સંજય દત્તે બદલ્યો લૂક કહ્યું, "કેન્સરને હું હરાવી દઈશ", જુઓ વીડિયો

15 October, 2020 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સંજય દત્તે બદલ્યો લૂક કહ્યું, "કેન્સરને હું હરાવી દઈશ", જુઓ વીડિયો

સંજય દત્ત

સંજય દત્તના પરિવાર, બોલીવુડ અને તેના ચાહકોના ધબકારા વધી ગયા, જ્યારે તેમને ઑગસ્ટ મહિનામાં ખબર પડી કે બોલીવુડના 'બાબા' લંગ કેન્સરથી લડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હૅર કટ કરવાની વાત કરી રહ્યા છે. આ વીડિયો જાણીતા હૅર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમે પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સંજૂ બાબાએ ન તો ફક્ત પોતાની બીમારીને લઈને વાત કરી છે પણ સાથે જ તેની આગામી ફિલ્મ કેજીએફ (KGF)ને લઈને પણ એક મોટી માહિતી ચાહકોને આપી છે.

વાયરલ થતાં આ વીડિયોએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરતા દયાળુ સ્વભાવવાળા આપણાં ગમતા રૉકસ્ટાર સંજય દત્ત સલૂનમાં છે. વીડિયોમાં બોલીવુડ એક્ટર સંજય કહી રહ્યા છે. "હાય. હું સંજય દત્ત છું. ફરી સલૂનમાં આવીને સારું લાગે છે. મેં હૅર કટ કરાવ્યું. જો તમે જોઇ શકો છો તો હું કહેવા માગીશ કે મારા જીવનમાં એક નવા ઝખમે એન્ટ્રી લીધી છે હું આને હરાવી દઈશ. હું આ કેન્સરની બીમારીમાંથી ટૂંક સમયમાં છૂટકારો મેળવી લઈશ."

 

આ વીડિયોમાં તેમણે પોતાની આગામી ફિલ્મ કેજીએફ ચૅપ્ટર-2ની પણ માહિતી પણ આપી. તેમણે કહ્યું કે તે ફિલ્મ કેજીએફ માટે તે દીઢી વધારી રહ્યા છે, જેનું શૂટ નવેમ્બર મહિનાથી શરૂ થઈ રહ્યું છે.

તે આ ફિલ્મમાં મેન વિલેન અધીરાનો રોલ કરી રહ્યા છે. કેજીએફ ચૅપ્ટર 2 સિવાય સંજય દત્ત પાસે ઘણી ફિલ્મો છે. જેમાં ભુજઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા, ટોરબાઝ, શમશેરા અને પૃથ્વીરાજ જેવી ફિલ્મો સામેલ છે.

sanjay dutt bollywood bollywood news bollywood gossips