Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મની કમાણી 150 કરોડની પાર

10 June, 2019 01:43 PM IST  | 

Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મની કમાણી 150 કરોડની પાર

સલમાન ખાન કેટરિના કૈફ (ફાઇલ ફોટો)

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ભારતને બૉક્સ ઑફિસ પર ખૂબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે. ઇદ 2019ના ખાસ અવસરે સિનામાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ભારતે 150 કરોડનું કુલ કલેક્શન મેળવ્યું છે. ફિલ્મે કુલ 150.10 કરોડનું કલેક્શન માત્ર 5 જ દિવસમાં કરી લીધું છે.

બે દિવસની કમાણી 70 કરોડની પાર
નોંધપાત્ર બાબત એ છે કે ફિલ્મ ભારતે પહેલા દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસના કલેક્શને ફિલ્મને 70 કરોડનો આંકડો પાર કરાવી દીધો હતો. ફિલ્મ ભારત ત્રીજા દિવસે 100 કરોડના આંકડાથી માત્ર 4.5 કરોડ જ પાછળ રહી ગઇ પણ ચોથા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 26.70 કરોડની કમાણી કરી.

પહેલા જ વીકએન્ડમાં 150 કરોડની પાર
દરમિયાન શનિવાર સુધીની ફિલ્મની કુલ કમાણી 122.20 કરોડ રૂપિયા થઇ. હવે ફિલ્મે પહેલા વીકએન્ડમાં જ 150 કરોડની કમાણી કરી લીધી છે. સલમાન ખાનની આ પહેલી ફિલ્મ છે જેણે તેને તેના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ આપી છે.

પહેલા જ દિવસે મળી મોટી ઓપનિંગ
ત્રીજા દિવસે એટલે કે શુક્રવારથી વીકએન્ડની શરૂઆત થઇ ગઇ હતી અને 7 જૂનના ફિલ્મે સારી કમાણી કરતાં લગભગ 22.20 કરોડ રૂપિયાની કમાણી કરી અને પોતાના કુલ કલેક્શનમાં વધારો કર્યો. સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારત ઇદના અવસરે એટલે કે 5 જૂનના રિલીઝ થઇ. જેણે પહેલા જ દિવસે 42.30 કરોડની બંપર કમાણી કરી હતી. તો બીજા દિવસે ફિલ્મે 31 કરોડની કમાણી કરી.

4 દિવસમાં 100 કરોડની પાર
ફિલ્મે માત્ર બે જ દિવસમાં 73.30 કરોડનું વેપાર કરી લીધુ હતું. ત્રીજા દિવસે 22.20 કરોડનું વેપાર કર્યું. ત્રણે દિવસના આંકડાનો સરવાળો 95.50 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી લીધી હતી. પણ તે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરતાં રહી ગઇ.

આ પણ વાંચો : Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મ 122 કરોડને પાર

હવે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે આ અઠવાડિયું ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના આધારે એ નક્કી થઇ જશે કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કુલ કેટલા કરોડનું વેપાર કરે છે. કારણ કે ભારત વર્લ્ડ કપ મેચ રમી રહી છે. જેને કારણે એવા અનુમાન કરવામાં આવી રહ્યા છે કે ફિલ્મના કલેક્શન પર અસર પડી શકે છે.

bollywood Salman Khan Bharat katrina kaif bollywood events bollywood news bollywood gossips