રુબીના દિલૈકનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ થયું હૅક

25 May, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું અકાઉન્ટ હૅક થતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એ વિશે માહિતી આપી છે

રુબીના દિલૈક

રુબીના દિલૈકનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થઈ ગયું છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ, જે પહેલાં ‍ટ‍્‍વિટર તરીકે ઓળખાતું હતું એ બ્લૉક થઈ ગયું છે. તેનું અકાઉન્ટ હૅક થતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એ વિશે માહિતી આપી છે. તેણે તેના ફૅન્સને વિનંતી કરી છે કે શક્ય હોય એટલા રિપોર્ટ કરી એ પ્લૅટફૉર્મને જણાવો કે તેનું અકાઉન્ટ હૅક થયું છે. તેમ જ તેના એ સોશ્યલ મીડિયા પરથી કોઈ પણ આવતી માહિતી સાચી માનવી નહીં અને કોઈ પણ પ્રકારની વાતચીત ન કરવા માટે લોકોને ચેતવ્યા છે.

bollywood buzz bollywood gossips bollywood rubina dilaik social media cyber crime