સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીએ હાયર કર્યા દેશના નામી વકીલ, આટલી છે ફી...

30 July, 2020 12:28 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીએ હાયર કર્યા દેશના નામી વકીલ, આટલી છે ફી...

રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

કહેવત છે કે જ્યારે માણસને પોતાના ભવિષ્યમાં જોખમ દેખાય તો તેનાથી બતાન માટે તે સૌથી સુરક્ષિત ઉપાય શોધે છે. કદાચ એવો જ આભાસ રિયા ચક્રવર્તીને પણ થયો છે. જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના પિતા કે કે સિંહે (K.K.Singh) મંગળવારે રિયા(Rhea Chakraborty) વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. અને તેથી જ રિયા પણ કેસમાં પોતાને બચાવવા માટે કોઇપણ કસર બાકી રાખવા માગતી નથી. એક ન્યૂઝ વેબસાઇટમાં આવેલા રિપોર્ટ પ્રમાણે રિયાએ પોતાના કેસ માટે દેશના જાણીતા અને મોંઘા વકીલને હાયર કર્યા છે. દેશના જાણીતા વકીલ સતીશમાને શિંદે રિયાનો કેસ જોઇ રહ્યા છે. સતીશ બોલીવુડ એક્ટર સલમાન ખાન(Salman Khan) અને સંજય દત્ત(Sanjay Dutt)નો કેસ પણ હેન્ડલ કરી ચૂક્યા છે.

સુશાંતના પિતાએ રિયા પર સુશાંત સાથે દગાખોરી પરિવારને ન મળવા માટે જબરજસ્તી કરવી, પરિવારને માહિતી વગર જ ડિપ્રેશનની સારવાર કરાવવી, પૈસા પડાવવા જેવા ગંભીર આરોપો મૂક્યા છે. સુશાંતના મૃત્યુની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. જ્યારથી સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ગંભીર ધારાઓમાં કેસ નોંધાવ્યો છે. તેમનો આરોપ છે કે રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. રિયાના વકીલ સતીશમાને શિંદે સલમાન ખાનના 1998ના બ્લેકબક અને સંજય દત્તના 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસના વકીલ રહ્યા છે. સલમાન ખાનને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં જામીન પણ સતીશે જ અપાવી હતી. સતીશ દેશના જાણીતા અને મોંઘા વકીલોમાંના એક છે. 2010ના રેકૉર્ડ પ્રમાણે સતીશની એક દિવસની ફી 10 લાખ રૂપિયા છે, તેમની ઉંમર 50 વર્ષ છે, તે મોંઘી ગાડીઓના શોખીન છે. નોંધનીય છે કે પાલઘર લિંચિંગ કેસ પણ સતીશ જ જોઇ રહ્યા છે.

રિપોર્ટ્સ પ્રમાણે, રિયાની ઇન્ટરિમ જામીન માટે શિંદેએ મંગળવારે જ પેપર્સ સાઇન કરી દીધા હતા, કારણકે સતીશની જૂનિયર વકીલ આનંદિની ફર્નાન્ડિસ રિયાના ઘરની બહાર જોવા મળી હતી. રિયાના પિતાએ 7 પાનાની FIRમાં સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર થવાની વાત પણ લખી છે. તેમણે લખ્યું કે રિયા અને તેમના પરિવારે જાણી જોઇને સુશાંતને માનસિક રૂપે બીમાર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. એવું માનવામાં આવે છે સુશાંતની ફેમિલી શક્ય એટલી જલ્દી કેસમાં રિયાને અરેસ્ટ કરાવવા માગે છે.

સુશાંતના કેસની વાત કરીએ તો ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી અને અશકરન સિંહ ભંડારી પણ કેસની યોગ્ય તપાસ માટે સપોર્ટ કરી રહ્યા છે. બિહારના પણ કેટલાક રાજનેતા પણ સપોર્ટ કરી રહ્યા છે. આ સિવાય બંગાળથી રૂપા ગાંગુલી પણ કેસની સીબીઆઇ તપાસની માગ કરી ચૂક્યા છે. ક્રિકેટર મનોજ તિવારી, મીરા ચોપડા, અક્ષય ખન્ના, શેખર સુમન અને અન્ય ઘણાં સેલેબ્સે સુશાંત કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

mumbai bollywood bollywood news bollywood gossips rhea chakraborty sushant singh rajput