06 December, 2020 02:32 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મરાઠી અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રવિ પટવર્ધનનું 83ની વયે નિધન
મરાઠી અને હિન્દી ફિલ્મોના વરિષ્ઠ કલાકાર રવિ પટવર્ધનનું કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું છે. છ સપ્ટેમ્બર 1937ના જન્મેલા રવિ પટવર્ધનની ઉંમર 83 વર્ષની હતી. રવિવારે સવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા. ચર્ચા પ્રમાણે શનિવારે (5 ડિસેમ્બર) સાંજે જ રવિ પટવર્ધનને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, જેના પછી તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં એડમિટ થયા પછી એક્ટરની તબિયતમાં સુધારો થયો નહીં જેના પછી આજે તેમનું નિધન થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા માર્ચમાં પણ અભિનેતાને હાર્ટ અટેક આવ્યો હતો જો કે, ત્યારે તે સ્વસ્થ થઈ ગયા હતા.
રવિ પટવર્ધન સિનેમા જગતના જાણીતા અભિનેતા હતા જેમણે ન તો ફક્ત મરાઠી ફિલ્મોમાં પણ હિન્દી ફિલ્મો અને સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.
છેલ્લે રવિ મરાઠી સીરિયમાં એક દાદાનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. દળદાર અભિનયના બળે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવનારા રવિએ પોતાના કરિઅરમાં 150થી વધારે ડ્રામા અને 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં તેમણે પોલીસ ઑફિસર, ગામના સરપંચ, પિતા, દાદા દરે પ્રકારના પાત્રો ભજવ્યા હતા. રવિનું આ રીતે નિધન મરાઠી ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટું નુકસાન છે.
જણાવવાનું કે વર્ષ 2020 આખા દેશ માટે તો ખરાબ સાબિત થયું જ છે પણ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ ખૂબ જ ખરાબ સાબિત થયું છે. આ વર્ષે ઇન્ડસ્ટ્રીના નામી કલાકારોએ વિશ્વને અલવિદા કહી દીધું છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાન, વાજિદ ખાન, આસિફ બસરા, આ તો તે જાણીતા કલાકારો છે આ સિવાય અનેક એવા નામ છે જેમણે ઇન્ડસ્ટ્રીને જ નહીં વિશ્વને પણ વર્ષ 2020માં અલવિદા કહી દીધું છે.