04 February, 2014 08:59 AM IST |
બૉલીવુડમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ હિન્દી ફિલ્મનો પ્રોમો આ પ્રકારની વેબસાઇટ પર લૉન્ચ થયો હોય. સની લિઓનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મનો પ્રોમો સુપરસેક્સી અને જબરદસ્ત ડરામણો છે. મારા ફૅન્સે મારું આવું રૂપ ક્યારેય જોયું નહીં હોય. તે લોકો આ ચાન્સ મિસ ન કરે એવું હું ઇચ્છું છું.’
સની લિઓનીની પૉર્નસ્ટારની આ ઇમેજ રોકડી કરવા માટે જ બાલાજી ફિલ્મ્સે ‘રાગિણી MMS 2’નો પ્રોમો પૉર્નસાઇટ પર અપલોડ કર્યો છે. બાલાજી ફિલ્મ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તનુજ ગર્ગે કહ્યું હતું કે ‘ઍડલ્ટ વેબસાઇટ પર સનીના અઢળક ફૅન્સ છે અને ત્યાં તેની જબરદસ્ત વ્યુઅરશિપ છે. તેમને પણ સની જોવા મળે એ માટે અમે એ વેબસાઇટ પર પ્રોમો મૂક્યો છે.’