ટ્રોલિંગને મહત્વ આપતાં એનું પ્રેશર એન્ટરટેઇનર પર આવે છે : પ્રિયંકા

05 March, 2019 09:47 AM IST  | 

ટ્રોલિંગને મહત્વ આપતાં એનું પ્રેશર એન્ટરટેઇનર પર આવે છે : પ્રિયંકા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ઘણી વાર ટ્રોલિંગનો ભોગ બની છે. હાલમાં જ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વિશે પ્રિયંકાએ તેના દેશના સપોર્ટમાં જે ટ્વીટ કરી હતી એને કારણે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. તેનું માનવું છે કે ટ્રોલિંગને લઈને ચર્ચા કરવામાં આવે તો એના કારણે જે-તે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આ વિશે વધુ જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘લોકોના ઓપિનિયનથી પ્રેશર આવે છે. આજે દરેક વ્યક્તિનો ઓપિનિયન ન્યુઝ બની જાય છે. હું જોઉં છું કે મોટા ભાગે મીડિયા ન્યુઝ આપતું હોય છે કે આજે આ વ્યક્તિની આ કારણોસર સોશ્યલ મીડિયા પર ઝાટકણી કાઢવામાં આવી હતી. કોઈ વ્યક્તિનો ઓપિનિયન ક્યારે ન્યુઝ બની જાય એની મને સમજ નથી પડતી. કમ્પ્યુટરની પાછળ પોતાની ઓળખ છુપાવી ૫૦૦, ૬૦૦ અથવા તો એક હજાર વ્યક્તિઓનાં મંતવ્યને લઈને મીડિયા એને કેટલું મહત્વ આપે છે એ સમજમાં નથી આવતું. આ પ્રેશર અમારા દ્વારા કે અમારા ફૅન દ્વારા ઉપજાવવામાં નથી આવતું. આ ઇન્ટરનેટની મદદથી પ્રેશર ઊભું થાય છે અને એનાથી લોકોનું કામ સરળ થઈ જાય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈએ પણ કરેલી કમેન્ટ પરથી ન્યુઝ બનાવી દે છે.

આ પણ વાંચો : સરદાર ઉધમ સિંહના પાત્રમાં વિકી કૌશલ જોવા મળશે

લોકોના અભિપ્રાય મહત્વના હોય છે એવું આપણાં બાળકો ન વિચારે એ જ સારું છે. તેમને સ્કૂલમાં અથવા તો ટીનેજમાં બુલી કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી કોઈ કમેન્ટ પણ તેમને ડિપ્રેશનમાં પહોંચાડી શકે છે. ટ્રોલિંગને મહત્વ આપતાં એનું પ્રેશર એન્ટરટેઇનર પર પણ પડે છે.’

priyanka chopra bollywood news