Pal Pal Dil Ke Paas: જુઓ કરણ દેઓલનો રોમેન્ટિક અને એન્ગ્રી અવતાર

05 September, 2019 03:46 PM IST  |  મુંબઈ

Pal Pal Dil Ke Paas: જુઓ કરણ દેઓલનો રોમેન્ટિક અને એન્ગ્રી અવતાર

પલ પલ દિલ કે પાસનું ટ્રેલર રિલીઝ

સની દેઓલના દીકરા કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ઘણું ધમાકેદાર છે, જેમાં કરણે પોતાની રોમાન્ટિક સાઈડની સાથે પપ્પા સની દેઓલનો એન્ગ્રી અંદાજ પણ બતાવ્યો છે. ટ્રેલરને દાદા ધર્મેન્દ્રે શૅર કર્યો છે, જેને આ ફિલ્મની સૌથી વધારે રાહ છે.

ટ્રેલર શૅર કરતા ધર્મેન્દ્રે લખ્યું છે- હર દૌર અપને પ્યાર કી કહાની ખુદ લિખતા હૈ. યહ ઈસ દૌર કી પ્રેમ કહાની છે. પલ પલ દિલ કે પાસને ધર્મેન્દ્રે જ નિર્દેશિત કરી છે. ફિલ્મ કરણ સહગલ અને સહર સેઠીની લવ સ્ટોરી છે. ટ્રેલર મુજબ કરણ કોઈ પહાડી વિસ્તારમાં એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવે છે.

સહર ત્યા આવે છે. કરણની દેખ-રેખમાં એડવેન્ચર સ્પોર્ટ્સ કરે છે અને બદલામાં એને દિલ આપી બેસે છે. રોમાંચક સફરની યાદ અપાવે છે. કરણને પણ સહરની યાદ આવે છે અને તે શહેર પહોંચી જાય છે. અહીંયા પ્રેમ કહાનીમાં કેટલાક વિલન્સની પણ એન્ટ્રી થાય છે.

 ટ્રેલરમાં આ જ બન્ને મુખ્ય પાત્રનો પરિચય કરવામાં આવ્યો છે. કરણના અંદાજમાં સની દેઓલની ઝલક જોવા મળે છે. જોકે એની ક્ષમતાઓ વિશે તો ફિલ્મ રિલીઝ થયા બાદ ખબર પડી જશે. સનીની ડેબ્યૂ ફિલ્મ બેતાબની જેમ પલ પલ દિલ કે પાસ પણ રોમાન્ટિક ફિલ્મ છે. સહરની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે.

ફિલ્મનું ટાઈટલ ધર્મેન્દ્રની હિટ ફિલ્મ બ્લેકમેલના ટાઈટલ ગીતથી લેવામાં આવ્યું છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર બુધવારે રિલીઝ થવાનું હતું, પણ મુંબઈમાં ભારે વરસાદના લીધે રિલીઝ આજ સુધી માટે સ્થગિત કરી દીધી હતી.

karan deol sunny deol bollywood news