રિયા પછી હવે જિયા ખાન સાથેનો મહેશ ભટ્ટનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

25 August, 2020 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રિયા પછી હવે જિયા ખાન સાથેનો મહેશ ભટ્ટનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

મહેશ ભટ્ટ, જિયા ખાન

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ ઇન્ડસ્ટ્રી(Industry)ના ઘણાં નવા લોકોના નામ ચર્ચામાં છે. તો કેટલાક સોશિયલ મીડિયા(Social Media) પર ટ્રોલર્સના નિશાના પર પણ છે. સુશાંત કેસમાં તેમની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા(Rhea Chakraborty) ચક્રવર્તી અને મહેશ ભટ્ટ(Mahesh Bhatt)નું નામ પણ ચર્ચામાં છવાયેલું છે. બન્નેને લઇને અનેક ચર્ચાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં જ મહેશ ભટ્ટ(Mahesh Bhatt) અને રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ની વૉટ્સએપ(WhatsApp Chat) ચેટ પણ વાયરલ થઈ હતી. તો બન્નેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહેશ ભટ્ટ રિયા ચક્રવર્તીના ખભે માથું ઢાળેલા જોવા મળ્યા. હવે મહેશ ભટ્ટ અને દિવંગત અભિનેત્રી જિયા ખાન(Jiah Khan)નો એક વીડિયો(Video Viral) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહેશ ભટ્ટે, જિયા ખાનનો હાથ પકડ્યો છે.

મહેશ ભટ્ટ અને જિયા ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ જૂનો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે બન્ને બેઠા છે. તો મહેશ ભટ્ટે જિયા ખાનનો હાથ પકડી રાખ્યો છે. જો કે, આ વીડિયોમાં અવાજ ક્લિયર નથી. સાથે જ એ પણ ખ્યાલ નથી આવતો કે આ વીડિયો ક્યારનો છે. વીડિયોમાં મહેશ, જિયાને કંઇક કહે છે, જેના પછી તે જોર જોરથી હસવા લાગે છે. આ વીડિયોના વાયરલ થયા પછી યૂઝર્સ એક વાર ફરી મહેશ ભટ્ટ પર નિશાનો સાધી રહ્યા છે.

જણાવવાનું કે તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂત કેસ તેમના નિધનના બે મહિના બાદ CBIને આપવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ સીબીઆઇ કરશે. આ વાતથી ફક્ત સુશાંતની ફેમિલી જ નહીં પણ તેના ચાહકો પણ ખૂબ જ ખુશ છે. હવે બધાંને એ વાતનો વિશ્વાસ છે કે સુશાંતના નિધન પાછળનું ખરું કારણ ટૂંક સમયમાં જ તેમની સામે આવશે. તો હવે આ કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ થઈ રહી છે. સાથે જ આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને ઘણીવાર તપાસ માટે બોલાવવામાં આવ્યું છે.

bollywood mahesh bhatt jiah khan bollywood news bollywood gossips