03 November, 2020 09:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ મંદિરા બેદીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
મંદિરા બેદીએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે ચાર વર્ષની એક દીકરીને દત્તક લીધી છે. તેનું નામ તેણે તારા બેદી કૌશલ રાખ્યું છે. મંદિરાએ દીકરી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઇન્સ્ટા પર ફોટો શેર કરીને મંદિરાએ લખ્યું, મારું તાળું અને ચાવી પણ.#LockStar
આ સાથે જ એક ઇન્ટરવ્યૂમાં મંદિરાએ તારાને દત્તક લેવાની પ્રોસેસ વિશે વાત કરી છે. વાતચીતમાં તેણે જણાવ્યું, તારા ટીકમગઢ, મધ્યપ્રદેશની છે, જ્યારે મારા પતિ લોકડાઉન વચ્ચે ટીકમગઢમાં રહેલા એક અનાથાલય પહોંચ્યા તો તારા તેના ખોળામાં આવીને બેસી ગઈ અને બોલી ચલો.
તારા તેની સાથે જવા એકદમ તૈયાર હતી. તે એ જગ્યા છોડવાથી જરા પણ દુઃખી ન હતી અને તેની આંખમાં આંસુ પણ ન હતા. અનાથાલય પહોંચ્યા પહેલાં મંદિરા અને તેના પતિ રાજે તારાનો ફોટો જોયો હતો અને તેની સાથે ઘણીવાર વીડિયો કોલ પર વાત કરી હતી.