પ્રેમીપંખીડા ફરહાન અખ્તર-શિબાની દાંડેકર લગ્ન માટે તૈયાર છે, જુઓ તસવીરો

26 May, 2019 03:08 PM IST  | 

પ્રેમીપંખીડા ફરહાન અખ્તર-શિબાની દાંડેકર લગ્ન માટે તૈયાર છે, જુઓ તસવીરો

ફરહાન અખ્તર સાથે શિબાની દાંડેકર

તાજેતરમાં શીબાની દાંડેકર અને ફરહાન અખ્તર વર્લ્ડકપ ઇવેન્ટમાં જોડાવા લંડન ગયા હતા તેની તસવીરો ચર્ચાનો વિષય બની રહી છે.

બોલીવુડમાં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના રિલેશન વિશે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. બંને સમયાંતરે જોડે દેખાયા કરે છે. જો કે આ લવીડવી કપલ લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ વાત સામે નથી આવી. પરંતુ ક્યારેક ક્યારેક બંનેના લગ્નની ચર્ચાઓ જરૂર શરૂ થઈ જાય છે.તાજેતરમાં પણ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ કપલ લગ્ન કરી રહ્યું છે.

ફરહાન અખ્તર અને શીબાની દાંડેકર તાજેતરમાં જ લંડનમાં થતી વર્લ્ડ કપની ઇવેન્ટમાં દેખાયા હતા. આ પહેલી વાર નથી બન્યું જ્યારે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે પોતાની તસવીરો શેર કરી હોય. કપલ સતત પોતાની તસવીરો અને વીડિયોઝ તેમના સોશિયલ મીડિયા પર શેર કરતું રહે છે. થોડો સમય પહેલા તેમણે પોતાના બીચ હોલીડેની પણ ઘણી તસવીરો શેર કરી હતી. ફરહાન અખ્તર પોતાની લેડી લવ શિબાની સાથે વધુમાં વધુ ટાઈમ સ્પેન્ડ કરે છે. અને આ તસવીરો તેનો પુરાવો છે.

ફરહાન અને શિબાનીના સંબંધોની વાત કરીએ તો બંનેએ એક વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. બંને સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરીને એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા રહે છે.

આ પણ વાંચો : ફરહાન અખ્તરે મતદાનના અઠવાડિયા પછી કરી વોટ અપીલ, લોકોએ કર્યો ટ્રોલ

ફરહાન અખ્તર સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળશે ફિલ્મમાં પ્રિયંકા ચોપડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી મોટીવેશનલ સ્પીકર આએશા ચૌધરી અને તેના માતા પિતાના જીવન પર આધારિત છે. પ્રિયંકાની આ અવેઇટેડ ફિલ્મ છે. છેલ્લે પ્રિયંકા એબીસીની ક્વાન્ટિકોમાં જોવા મળી હતી.

farhan akhtar shibani dandekar bollywood bollywood news bollywood gossips