30 March, 2019 04:10 PM IST |
બેબો સંગ રણવીર સિંહ
બેબો એટલેકે કરીના કપૂર ફૅશનને લઈને ઘણી ચર્ચામાં રહે છે અને તે ફૅશનિસ્ટા કહેવાય છે. તો ત્યાં રણવીર સિંહ પણ ફૅશનના મામલામાં બાકી એક્ટર્સ કરતા પણ આગળ છે. રણવીરને હંનેશા કઈક અલગ અને હટકે જ અંદાજમાં તમે જોયો હશે, એટલે તે હંમેશા એની ફૅશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઘણા લોકો એની પ્રશંસા કરે છે તો ઘણી વાર એને ટ્રોલ કરી દે છે. હવે કરીનાએ રણવીરના ફૅશન પર કમેન્ટ કરી છે.
મળી રહેલી જાણકારી મુજબ એકલ ઈવેન્ટમાં કરીના કપૂરના દીકરા તૈમૂર અલી ખાનને લઈને વાત કરી હતી. તે દરમિયાન એમણે એના કપડાના ફૅશન પર પણ વાત કરી. ત્યારે કરીનાએ કહ્યું કે તૈમૂર રણવીર સિંહ કરતા વધારે સ્ટાઈલિશ છે અને તે સમયે રણવીર સિંહ પણ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.
જણાવી દઈએ કે તૈમૂર અલી ખાનની લોકપ્રિયતા અન્ય સ્ટારકિડ્સના મુકાબલે ઘણી વધારે છે. 'કૉફી વિથ કરણ 6' દરમિયાન એ વાત સામે આવી હતી કે પાપારાઝીની વચ્ચે તૈમૂરના ફોટોઝ લેવાની સ્પર્ધા પણ વધારે છે કારણકે તેના ફોટોઝની વધારે કિંમત મળે છે.
આ પણ વાંચો : કંલકના ટાઈટલ ટ્રેકની રાહ જોઈ રહેલા ચાહકોને કરણ જોહરની આ સરપ્રાઈઝ
આ શૉમાં કરીનાએ તૈમૂરના તસવીરો વાયરલ થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું કે મને અને સૈફને ડર છે કે ક્યાં તૈમૂરને પોતાના ફોટોઝ જોવાની એટલી આદત ન પડી જાય કે ત્યારે એના રૂમ આગળ પાપારાઝ ન જોવા મળે તો તે એમને સવાલ કરે કે મારા ફોટોઝ ક્યાં છે.