મારી અંદર એક મૉડલ છુપાયેલી છે: કરીના કપૂર ખાન

18 February, 2020 07:55 AM IST  |  Mumbai

મારી અંદર એક મૉડલ છુપાયેલી છે: કરીના કપૂર ખાન

ફૅશન કા જલવા - કોલાબામાં રવિવારે રાતે યોજાયેલા એક ફૅશન શોમાં રૅમ્પ-વૉક કરતી કરીના કપૂર ખાન. તસવીર : શાદાબ ખાન

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તેની અંદર એક મોડલ છુપાયેલી છે. કરીનાએ કોલાબામાં યોજાયેલા એક ફૅશન શોના ગ્રૅન્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટને ૨૦ વર્ષ થયા છે અને કરીના છેલ્લા ૧૧ વર્ષથી એમાં હાજરી આપી રહી છે. આ ઇવેન્ટમાં કરીનાએ કહ્યું હતું કે ‘મને રૅમ્પ પર વૉક કરવાનું ખૂબ જ પસંદ છે. કદાચ મારી અંદર એક મોડલ છુપાયેલી છે. સારા ડિઝાઇનરને મળવાનું અને તેમના સુંદર કપડાં પહેરવાથી મને ખૂબ જ સ્પશ્યલ ફીલ થાય છે. મને એ પસંદ છે અને તેમના બધા સાથે કામ કરવાનું મને પસંદ છે.’

kareena kapoor bollywood news entertaintment