લવ એન્ડ થંડરમાં ‘બ્રો થૉર’ નહીં હોય?

10 September, 2020 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લવ એન્ડ થંડરમાં ‘બ્રો થૉર’ નહીં હોય?

થૉર રેન્ગનારોર્કમાં, ઈન્ફિનીટી વોરમાં વકાન્ડામાં સ્ટ્રોમબ્રેકર સાથે

એવેન્જર્સ એન્ડગૅમને હજી લોકો ભૂલ્યા નથી. એવામાં માર્વલની આગામી ફિલ્મ થૉરઃ લવ એન્ડ થંડરની ફૅન્ચ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં આ મુવી સંબંધિત સેકડો થિયરી ફરી રહી છે. એવામાં પ્રશ્ન એ છે કે ‘બ્રો થૉર’ તરીકે ઓળખાતો જાડીયો થૉર હશે કે પહેલા જેવો સૌથી ફીટ એવેન્જરવાળો થૉરનો અવતાર હશે.

થૉર રેન્ગનારોર્કમાં તેની બહેન હેલાએ તેનો હથોડો (Mjölnir)ને તોડી નાખ્યુ એ પછી એવુ લાગ્યુ કે તેની શક્તિ પહેલા જેવી નહી હોય. પરંતુ તે પછી આ ફિલ્મની એન્ડમાં તે હથોડા મિયોનીર વગર જ પાવરફુલ જણાયો હતો. ત્યારબાદની ઈન્ફીનીટી વોરમાં થેનોસ સામે શરૂઆતમાં તેનું કહી ચાલ્યું નહી એટલે તે ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સીની ટીમના ગ્રૂટ અને રોકેટ સાથે નિડાવેલીરમાં જઈને સ્ટ્રોમબ્રેકર બનાવ્યું જે તેનો શ્રેષ્ઠ હથિયાર ગણાય છે. આ ફિલ્મમાં તે વકાન્ડામાં જે રીતે એન્ટ્રી મારીને ગુસ્સામાં ‘બ્રિંગ મી થેનોસ’ કહે છે તે જોઈને લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા. આજે પણ યુટ્યુબમાં આ વીડિયોમાં કરોડો વ્યૂ છે.

થૉરે પોતાનું એસગાર્ડ ગુમાવ્યુ તે પછીથી તે હતાશામાં રહેતો હતો, જે એવેન્જર્સ એન્ડગેમમાં બતાવવામાં આવ્યું છે. તેણે પોતાનું વજન પણ વધારી દીધુ છે. ફિલ્મના અંતે ટાઈમ ટ્રાવેલથી આવેલા થેનોસનો થોરે ફરી સ્ટ્રોમબ્રેકર અને તેના ફેવરેટ મિયોનિરથી મુકાલબો કર્યો હોવા છતાં તે થેનોસ સામે ટકી શક્યો નહીં. હવે નિર્માતાઓ પણ વિચારમાં પડી ગયા કે થૉરનો જૂનો અવતાર લાવવો કે બ્રો થૉરને જ રહેવા દહેવો.

એન્ડગેમના અંતે થૉર ગાર્ડિયન્સની ટીમ સાથે કોસ્મિક એડવેન્ચરમાં નીકળી પડ્યો છે. આથી થૉરની આગામી મુવીમાં ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીના પાત્રો પણ જોવા મળી શકે છે. થૉર લવ એન્ડ થંડરના ડાયરેક્ટર તાઈકી વિટીટીએ સ્પષ્ટ જવાબ ન આપતા કહ્યું કે, આ બાબતે અમે વિચારી રહ્યા છે પરંતુ ફેટ થૉરે થોડુક વજન ઉતારવું જોઈએ. તેમણે હીન્ટ આપી કે ફેટ થૉરથી પાત્રમાં ફેરફાર કરવાની વાતચીત ચાલુ છે. જો થૉર ગાર્ડિયન્સ સાથે એડવેન્ચરમાં નિકળ્યો હોય તો તે ફરી શૅપમાં આવી શકે છે.

thor marvel