કેબલ અને બૉડી ડબલ વગર સ્ટન્ટ કર્યા ઇશાન ખટ્ટરે

18 February, 2020 07:55 AM IST  |  Mumbai

કેબલ અને બૉડી ડબલ વગર સ્ટન્ટ કર્યા ઇશાન ખટ્ટરે

ઇશાન ખટ્ટર

ઇશાન ખટ્ટરે તેની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’ના ક્લાઇમેક્સ માટે એક પણ કેબલ કે સ્ટન્ટ ડબલનો ઉપયોગ નથી કર્યો. આ વિશે ફિલ્મના ઍક્શન ડિરેક્ટર પરવેઝ શેખનું કહેવું છે કે ‘ઇશાને તમામ સ્ટન્ટ પોતે કર્યાં છે. તેણે આ માટે કૅબલનો પણ ઉપયોગ નહોતો કર્યો. ઇશાને પોતે સ્ટન્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મેં એ માટે હામી ભરી હતી. અમે પૂલ પર એક ચૅઝ સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન ઇશાન ટૅક્સી ચલાવી રહ્યો હોય છે અને તેણે બહાર આવી ઍક્શન કરવાની હોય છે. આ ટૅક્સી આજના જમાનાની સ્પીડ અને ટૅક્નોલોજીથી કોષો દૂર હોવા છતાં ઇશાને સ્ટન્ટ ખૂબ જ સારી રીતે કર્યો હતો.’

આ પણ વાંચો : મારી અંદર એક મૉડલ છુપાયેલી છે: કરીના કપૂર ખાન

મકબૂલ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ સતત પાંચ દિવસ સુધી કરવામાં આવ્યું હતું. કૅબલનો ઉપયોગ કરવા વગર ઇશાનને સ્ટન્ટ કરતો જોઈને સેટ પર દરેક વ્યક્તિ અચંબામાં પડી જતા હતા. રિહર્સલ માટે સમય ન હોવા છતાં ઇશાને આ સ્ટન્ટ જાતે કર્યા હતા અને એક પણ કૅબલ કે સ્ટન્ટ ડબલનો ઉપયોગ કર્યાં વગર. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટરની સાથે અનન્યા પાન્ડે પણ જોવા મળશે અને એને અલી અબ્બાસ ઝફર પ્રોડ્યુસ કરી રહ્યો છે.

ishaan khattar bollywood news entertaintment