દીપિકા પાદુકોણે JNUની મુલાકાત માટે લીધા પાંચ કરોડ?

30 July, 2020 11:40 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

દીપિકા પાદુકોણે JNUની મુલાકાત માટે લીધા પાંચ કરોડ?

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ હાલમાં ફરી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ કરી રહી છે અને એનું કારણ તેની JNUની મુલાકાત છે. CAA (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ) વિરુદ્ધ ઇન્ડિયામાં ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. JNUના સ્ટુડન્ટ્સ દ્વારા પણ એનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ-પ્રદર્શન દરમ્યાન દીપિકા પાદુકોણે પણ હાજરી આપી હતી. જોકે એ માટે તેણે પાંચ કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રૉના ભૂતપૂર્વ ઑફિસર એન. કે. સૂદ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. એન. કે. સૂદનું કહેવું છે કે આ માટે દીપિકાએ બ્રિટિશ-પાકિસ્તાની બિઝનેસમૅન અનિલ મુસરત પાસે પાંચ કરોડ રૂપિયા લીધા હતા. અનિલ મુસરત વિદેશમાં પણ CAA વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાવવામાં સંડોવાયો હતો. હાલમાં જ પાકિસ્તાની એજન્ટ સાથે કેટલીક સેલિબ્રિટી જોડાયેલી છે એવી ચર્ચા આવી હતી અને એ એજન્ટોમાં અનિલ મુસરત પણ હતો. તે અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરનાં મૅરેજમાં પણ હતો. આ દરમ્યાન તેમની મુલાકાત થઈ હતી અને એથી દીપિકાને આ ઑફર પણ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

deepika padukone bollywood bollywood news bollywood gossips