એક હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા વિદ્યા બાલને

27 April, 2020 01:26 PM IST  |  Mumbai | Agencies

એક હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા વિદ્યા બાલને

વિદ્યા બાલન

વિદ્યા બાલને ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને કોરોના સંકટ સામે ઝઝૂમવા માટે એક હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા છે. સાથે જ લોકોને પણ ડોનેશન આપવા માટે અપીલ કરી છે. એના માટે વિદ્યાએ સેલિબ્રિટી શાઉટ આઉટ પ્લૅટફૉર્મ ટ્રિન્ગ સાથે હાથ મિલાવ્યા છે. વિદ્યાએ એક વિડિયો શૅર કર્યો છે. એમાં તે કહી રહી છે કે વર્તમાન સ્થિતિમાં આપણે આપણા હેલ્થકૅર વર્કર્સને તેમની સલામતી માટે કિટ પૂરી પાડવી જોઈએ. એ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘તમે લોકોએ આપેલા ડોનેશન માટે ખૂબ આભાર. મને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે થોડા કલાકની અંદર જ અઢી હજાર કિટ્સ માટે 16 લાખ રૂપિયા એકઠા થયા હતા. અમારા ટાર્ગેટને પૂરા કરવા માટે મદદ કરવા માટે આભાર. આ કૅમ્પેન અમે હજી થોડા સમય માટે આગળ વધારીશું. એથી જો તમે હજી સુધી ડોનેટ ન કર્યું હોય તો કરી શકો છો. તમે તમારી ક્ષમતા પ્રમાણે www.tring.co.in પર ડોનેટ કરી શકો છો. દરેક કિટથી તેમના જીવનની સલામતી કરવામાં આવશે.’'

vidya balan bollywood news entertainment news coronavirus covid19