શીર કોરમા ફિલ્મમાં લેસ્બિયન પ્રેમીના પાત્રમાં સ્વરા ભાસ્કર દિવ્યા દત્તા

26 February, 2020 05:03 PM IST  |  Mumbai | Mumbai

શીર કોરમા ફિલ્મમાં લેસ્બિયન પ્રેમીના પાત્રમાં સ્વરા ભાસ્કર દિવ્યા દત્તા

આયુષ્ય માન ખુરાનાએ તેની ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં સમલૈંગિકતાની વાત હાસ્યની છોળ વચ્ચે પણ વાસ્તવિકતાની નજીક રાખીને રજુ કરી છે. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રિમિયર થનારી શબના આઝમી, દિવ્યા દત્તા અને સ્વરા ભાસ્કરની ફિલ્મ 'શીર કોરમા'માં સમલૈંગિકતાના મુદ્દાને અત્યંત સંવેદનશીલતા રીતે રજુ કરાયો છે. ફિલ્મ 'શીર કોરમા'નું ટ્રેઇલર જોતાં જ આ વાર્તા કેટલી નાજુકાઇથી રજુ કરવાનો પ્રયાસ કરાયો છે તે સ્પષ્ટ થઇ જાય છે.

આ ફિલ્મમાં સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા મુસ્લિમ યુવતીઓ છે, તેમાંથી એક પાકિસ્તાની છે અને એક ભારતીય છે. તેઓ દસ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. શબાના આઝામી દિવ્યા દત્તાની માતાનો રોલ ભજવે છે જેને માટે પોતાની દીકરીની સમલૈંગિકતા સ્વીકારવું બહુ અઘરું છે તેવું ટ્રેઇલર પરથી પ્રતિત થાય છે. કઇ રીતે શબાના આઝમી પોતાની પુત્રીના સમલૈંગિક સંબંધોને સ્વીકારતા શીખે છે, તે પાપ નથી એ વસ્તુ સમજે છે તેની આસપાસ આ ફિલ્મની વાર્તા વણાયેલી છે.

આ પહેલાં દિપા મહેતાની ફિલ્મ 'ફાયર'માં શબના આઝમીએ એવું પાત્ર ભજવ્યું હતું જે પતિની અવગણનાને કારણે પોતાની દેરાણી સાથે શારિરીક સંબંધમાં બંધાય છે. સિતારા અને સાયરાની આ લવ સ્ટોરીમાં શબનાા એક એવી અમ્મી છે જેને માટે સમલૈંગિકતા પાપ છે. ફિલ્મનું ટ્રેઇલર પણ રિલિઝ કરાયું છે. આ ફિલ્મના દિગ્દર્શક ફિરોઝ આરીફ અન્સારી છે જેમણે ભૂતકાળમાં પોતાની સમલૈંગિકતાને કારણે ફિલ્મ ઉદ્યોગમાં થતી સમસ્યાઓ વગેરે અંગે વાત કરી ચુક્યા છે્. વળી આ ફિલ્મમાં દિવ્યા દત્તાનું પાત્ર પોતાની જાતને 'શી' નહીં પણ 'ધે કે ધેમ'નાં સંબોધને બોલાવાય તેવું પસંદ કરે છે કારણકે તે ખુદને કોઇ એક ઓળખમાં બાંધવા નથી માગતી, તે પોતાના પાત્રને નોન-બાયનરી કહેવડાવે છે. ફિલ્મ મેકર્સ હવે સમલૈંગિતાના મુદ્દાને વધારે વાસ્તવિક રીતે રજુ કરતા શિખ્યા છે અને 377ની કલમમાં સજાતિયતા પરથી ગુનાનો ઠપ્પો દૂર થયો હોવાથી હવે આ વિષય પર વધુ મોકળાશથી રજુઆતો થશે તેવું વર્તાય છે.

 

divya dutta swara bhaskar lesbian gay bisexual transgender bollywood news bollywood