BMCએ કંગનાને મોકલી સ્ટૉપ વર્ક નોટિસ, અભિનેત્રીએ કહ્યું આ...

08 September, 2020 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

BMCએ કંગનાને મોકલી સ્ટૉપ વર્ક નોટિસ, અભિનેત્રીએ કહ્યું આ...

કંગના રણોત (ફાઇલ ફોટો)

BMCએ કંગના (Kangana Ranaut Office) રણોતની ઑફિસ પર રેઇડના એક દિવસ પછી સ્ટૉપ (Stop Work Notice) વર્ક નોટિસ જાહેર કરી દીધી છે. આ નોટિસ મ્યૂનિસિપલ એક્ટની કલમ 354/A અંતર્ગત જાહેર કરવામાં આવી છે. નોટિસ કંગનાની પાલી હિલ સ્થિત ઑફિસના ગેટ પર મંગળવારે (Tuesday Morning) સવારે ચોંટાડી દેવામાં આવી છે.

કંગનાએ નોટિસની તસવીર ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કરી છે અને આની સાથે જ તેણે લખ્યું છે કે સોશિયલ મીડિયામાં મારા મિત્રો પાસેથી મળી. ટીકાને કારણે બીએમસીના લોકો પોતાની સાથે બુલડોઝર લઈને નથી આવ્યા. તેને બદલે તેમણે ઑફિસમાં ચાલતાં લીકેચ વર્કને અટકાવવા માટે નોટિસ ચોંટાડી દીધી. કંગનાએ આગળ કહ્યું કે મિત્રો મેં ઘણું બધું જોખમમાં મૂક્યું છે, પણ તમારા બધાં તરફથી મને ખૂબ જ પ્રેમ અને મદદ મળે છે.

સોમવારે બીએમસીની ટીમે પાડી હતી રેઇડ
કંગના રણોતની ફિલ્મ પ્રૉડક્શન કંપની મણિકર્મિકા ફિલ્મ્સની આલીશાન ઑફિસ મુંબઇના સૌથી મોંઘા રેસિડેન્સ વિસ્તારોમાંના એક પાલી હિલમાં છે. લગભગ 48 કરોડના ખર્ચે બંગલો નંબર 5ને ઑફિસમાં બદલવામાં આવ્યો છે. ઑફિસનું ઇન્ટિરિયર ખૂબ જ પ્રભાવશાળી બનાવવામાં આવ્યું છે. સોમવારે બીએમસીની એક ટીમ કંગનાની ઑફિસે પહોંચી હતી, જેની માહિતી અભિનેત્રીએ ટ્વિટર પર પોસ્ટ શૅર કરીને આપી હતી. કંગનાને શંકા હતી કે બીએમસીની ટીમ તેની ઑફિસના સ્ટ્રક્ચરને તોડી શકે છે. તેણે ટીમનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

કંગનાએ સ્પષ્ટ રીતે લખ્યું કે તેની પાસે બધાં જ જરૂરી દસ્તાવેજો છે. બીએમસીની પરવાનગી પણ છે અને કંઇપણ ગેરકાયદેસર નથી કરવામાં આવ્યું. ગેરકાયદેસર નિર્માણને દર્શાવવા માટે બીએમસીએ એક સ્ટ્રક્ચર પ્લાન સાથે નોટિસ આપવી જોઇતી હતી. આજે તેમણે નોટિસ વગર મારી ઑફિસે રેઇડ નાખી છે, કાલે આખું સ્ટ્રક્ચર તોડી દેશે. મામલો સોશિયલ મીડિયામાં આવ્યા પછી ઘણો ચર્ચામાં છે. ઘણાં લોકોએ કંગનાના સમર્થનમાં ટ્વીટ કર્યા છે.

kangana ranaut brihanmumbai municipal corporation mumbai mumbai news