'સોનચિડીયા' માટે ભૂમિ પેડણેકર 45 દિવસ સુધી એક જ રૂમમાં હતી બંધ

17 January, 2019 03:32 PM IST  | 

'સોનચિડીયા' માટે ભૂમિ પેડણેકર 45 દિવસ સુધી એક જ રૂમમાં હતી બંધ

અભિષેક ચૌબેની ફિલ્મ સોનચિડિયા ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલા કેટલીક આશ્ચર્યજનક બાબતો સામે આવી રહી છે. ફિલ્મના ટ્રેલર પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આ ફિલ્મ ડાકુયુગ પર આધારિત છે. આ ફિલ્મમાં 70ના દાયકાની વાત છે, એટલે લૂક પર પણ ખાસ મહેનત કરવામાં આવી છે.

ખાસ કરીને ભૂમિ પેડણેકરે ફિલ્મની તૈયારી માટે 45 દિવસ સુધી એક જ રૂમમાં બંધ રહેવું પડ્યું. ચંબલમાં રહેતી મહિલાની ભૂમિકા માટે ભૂમિ પેડણેકરે 45 દિવસ સુધી એક રૂમમાં રહેવું પડ્યું હતું.

આ અનુભવ શૅર કરતા ભૂમિ પેડણે કરનું કહેવું છે કે,'પાત્રને સમજવા માટે હું 45 દિવસ દુનિયાથી દૂર રહી હતી. એક્ટિંગ એ કાયાપલટની પ્રોસેસ છે. જેમાં પોતાની જાતને ભૂલીને પરકાયા પ્રવેશ કરવો પડે છે. સોનચિડિયા માટે મારે આવું કરવું જરૂરી હતું. એટલે પાત્રના માનસ અને વ્યવહારને સમજવા માટે મારે જાતને દૂર રાખવી પડી હતી.'

મારે પાત્રને વિશે જાણવા માટે ઘણી બધી ચીજોથી અજાણ બનવું પડ્યું. મારી પાસે રેફરન્સ માટે ખૂબ જ ઓછું કન્ટેન્ટ હતું. જ્યાં સુધી હું ચંબલ જવા નહોતી નીકળી ત્યાં સુધી હું ઘરે જ હતી. મેં રિસર્ચ કર્યું, લોકો સાથે વાત કરીને તે સમયના લોકોની રહેણી કરણી જાણી.

ચંબલ આવ્યા બાદ પણ ભૂમિ પેડણેકર પાત્રને સાકાર કરવા 1 અઠવાડિયાનો ટાઈમ લીધો હતો. એટલું જ નહીં આ પાત્ર માટે તેમણે બુંદેલખંડી ભાષા પણ શીખી હતી.

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડણેકર, મનોજ વાજપેઈ, રણવીર શૌરી, આશુતોષ રાણા છે. અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરેલી ફિલ્મમાં એક્શન સિકવન્સની ભરમાર છે. સાથે જ આ ફિલ્મમાં મધ્ય ભારતના ડાકુઓના શાનદાર ગૌરવની ઝલક પણ દેખાશે.

આ પણ વાંચોઃ "સોનચિડિયા"ની ટીમે ધોયા વગરના કપડામાં જ કર્યું આખી ફિલ્મનું શૂટિંગ

આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશની પહાડીઓમાં થયું છે. 'ઉડતા પંજાબ' અને 'ઈશ્કિયા' જેવી સ્ટોરી સાથે દર્શકોને મનોરંજન કરાવી ચૂકેલા અભિષેક ચૌબે હવે સોનચિડીયામાં ચંબલની સ્ટોરી કહેવા માટે તૈયાર છે.

entertaintment bollywood