આયુષ્યમાનની અંધાધૂનની ચીનમાં ધુઆંધાર કમાણી

06 April, 2019 05:42 PM IST  | 

આયુષ્યમાનની અંધાધૂનની ચીનમાં ધુઆંધાર કમાણી

માત્ર 3 દિવસોમાં 40 કરોડની કમાણી

આયુષ્માનની અંધાધૂનની ચીનમાં 3 દિવસમાં 40 કરોડની કમાણી


ભારતીય સિનેમા બાદ ચીનમાં પણ અંધાધૂન ચીનમાં પણ અંધાધૂન કમાણી કરી રહી છે. બોલીવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના, તબ્બૂ અને રાધિકા આપ્ટે સ્ટારર ફિલ્મ ચીનમાં જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ અંધાધૂને માત્ર 3 દિવસમાં 40 કરોડ 70 લાખની કમાણી કરી લીધી છે. ફિલ્મને બુધવાર ચીનમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ક્રિટિક્સ અને એનાલિસ્ટ તરણ આદર્શે તેમના ટ્વિટર હેન્ડલ પર આ આંકડા શૅર કર્યા હતા.

તરણ આદર્શે આંકડા શૅર કરતાની સાથે લખ્યુ હતું કે, અંધાધૂન ચીનમાં જોરદાર કમાણી કરી રહી છે. અઠવાડિયાની વચ્ચે રિલીઝ થઈ હોવા છતા ફિલ્મે સારી કમાણી કરી છે હવે નજર વિકેન્ડ પર રહેશે કે ફિલ્મ કેટલી કમાણી કરે છે.' અંધાધૂન એક એવી વ્યક્તિની સ્ટોરી છે પરંતુ આંધળા હોવાનો ઢોંગ કરે છે ત્યાર બાદ તે ખરેખર આંધળો થઈ જાય છે. માત્ર 32 કરોડના ખર્ચે બનેલી અંધાધૂને ભારતમાં 111 કરોડની કમાણી કરી હતી.

માત્ર 3 દિવસમાં 40 કરોડની કમાણી કરનારી ફિલ્મ વિકેન્ડમાં કેટલી કમાણી કરશે તે જોવાનું રહેશે. ગયા વર્ષે આયુષ્માન ઘણી સારી ફિલ્મો આપી હતી. અંધાધૂન પછી આયુષ્માનની બધાઈ હો રિલીઝ થઈ હતી. બધાઈ હો એ પણ જોરદાર કમાણી કરી હતી. હવે આયુષ્માન ખુરાના તેની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લમાં જોવા મળશે.

ayushmann khurrana radhika apte tabu bollywood news