Happy Birthday Anupam Kher, અભિનેતા તરીકેની ચમત્કારિક ક્ષણ...

07 March, 2020 02:32 PM IST  |  Mumbai Desk | Shilpa Bhanushali

Happy Birthday Anupam Kher, અભિનેતા તરીકેની ચમત્કારિક ક્ષણ...

અનુપમ ખેર (તસવીર સૌજન્ય: અનુપમ ખેર ઇન્સ્ટાગ્રામ)

અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાના જન્મદિવસ રોબર્ડ ડિ નિરો સાથે ઉજવી રહ્યા છે, અને અનુપમ ખેરે પોતાની સાથે લન્ચ કરવા આવ્યા તેમાટે તેમના ઇન્વાઇટનું માન રાખ્યું તે બદલ આભારી પણ છે. સાથે જ અનુપમ ખેર વીડિયોમાં એક નાનકડી કેક કાપતાં દેખાય છે જેમાં ગૉડ ઑફ એક્ટિંગ રોબર્ડ ડિ નિરો અનુપમ ખેરને જન્મદિવસની વધામણી આપે છે અને હેપ્પી બર્થડેવાળું ગીત પણ ગાય છે. અનુપમ ખેર રોબર્ડ ડિ નિરોનો આભાર વ્યક્ત કરતાં દેખાય છે.

અનુપમ ખેરે વીડિયોની સાથે પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે લખ્યું છે એક અભિનેતા માટે આનાથી મોટો ચમત્કાર બીજો કોઇ હોઇ જ ન શકે કે તે પોતાના જન્મદિવસે ઍક્ટિંગના ભગવાન એવા રોબર્ડ ડિ નિરો સાથે સારો સમય પસાર કરી શકે. આ છેલ્લા 3 વર્ષથી સતત આ થઈ રહ્યું છે. તે ક્ષણ ચમત્કારિક રહી. છેલ્લે અનુપમ ખેર લખે છે કે, "ઇસકો કહેતે હૈ, 'કુછ ભી હો સકતા હૈ'કા બાપ."

ઉલ્લેખનીય છે અનુપમ ખેરે રાતે પણ એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તે કહે છે કે, "નમસ્તે. આજે મારો જન્મદિવસ છે. ઘણાં બધાં લોકો મને પૂછતાં હોય છે, જો કે મને ખ્યાલ છે કે તે બધાંને પૂછતાં હશે, તમે તમારા જન્મદિવસે શું અનુભવો છો?, મારો જન્મદિવસ છે મારી માટે ખાસ હોય જ પણ તેની સાથે હું બધાંનો આભારી છું." આમ કહી અનુપમ ખેરે પોતાના પરિવાર, મિત્રો, શિક્ષકો, ફિલ્મ ઇન્ડિસ્ટ્રીના દિગ્દર્શકો, તેમના સહકર્મીઓ બધાંનો જ આભાર માન્યો છે. અનુપમ ખેર અંતમાં કહે છે કે, "તમે બધાં વિચારતાં હશો કે હું કેટલા વર્ષનો થયો, તો આજે હું 35 વર્ષનો થયો છું છેલ્લા 30 વર્ષથી. કમોન મને મારા જન્મદિવસની શુભેચ્છાઓ. જયહિંદ"

happy birthday anupam kher bollywood bollywood news bollywood gossips