પ્રેગ્નન્ટ છે અમ્રિતા રાવ

15 October, 2020 10:39 PM IST  |  Mumbai | Mumbai Correspondent

પ્રેગ્નન્ટ છે અમ્રિતા રાવ

પ્રેગ્નન્ટ છે અમ્રિતા રાવ

અમ્રિતા રાવ અને આરજે અનમોલ પેરન્ટ્સ બનવાનાં છે. આ બન્ને ડૉક્ટરના ક્લિનિકની બહાર દેખાયાં હતાં. અમ્રિતા વાઇટ ડ્રેસમાં બેબી-બમ્પ સાથે જોવા મળી હતી. તેની સાથે અનમોલ પણ હતો. આ બન્નેએ હજી સુધી આ ગુડ ન્યુઝ તેમના ફૅન્સને નહોતા આપ્યા. આ તબક્કામાં તે મેન્ટલ હેલ્થ પર વધુ ધ્યાન આપી રહી છે. સાથે જ તેનો હસબન્ડ દરરોજ રાતે વાઇફ અને તેના આવનારા બાળક માટે ભાગવતગીતાનું પઠન કરે છે. જોકે આ ફોટો વાઇરલ થતાં પોતાની ટેવ વિશે અમ્રિતાએ કહ્યું હતું કે ‘મારું આવનારું બાળક પણ મેન્ટલ હેલ્થનું અગત્ય સમજે છે અને વધુ ડિમાન્ડ પણ નથી કરતું. મને જમવા માટેની કોઈ ખાસ ઇચ્છા નથી થતી. મારે જે ખાવું હોય એ હું ખાઉં છું. એથી લાગે છે કે બેબી પણ એનાથી ખુશ છે.’

amrita rao bollywood bollywood news bollywood gossips