સૂર્યવંશીનો ફર્સ્ટ લુક: સલમાન ખાનને ઇદ પર આપવામાં આવી ચેલેન્જ

05 March, 2019 02:07 PM IST  | 

સૂર્યવંશીનો ફર્સ્ટ લુક: સલમાન ખાનને ઇદ પર આપવામાં આવી ચેલેન્જ

સુર્યવંશીનો ફર્સ્ટ લુક થયો રિલીઝ

રાહિત શેટ્ટીને સિમ્બાએ સારી સફળતા આપી છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. એવામાં રણવીર સિંહ અને અજય દેવગન બાદ હવે રોહિત શેટ્ટી અક્ષય કુમારને પોલીસ ઑફિસરના અવતારમાં બદલવા આવી રહ્યા છે. લાંબા સમયથી એની ચર્ચા થઈ રહી હતી. સિમ્બામાં એમણે સંકેત પણ આપ્યા હતા. જ્યારે ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જશે. મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. 

જણાવી દઈએ કે આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર છે, જેમાં અક્ષયકુમાર અલગ-અલગ અંદાજમાં પોલીસ ઑફિસરની ભૂમિકા ભજવશે. અક્ષયકુમારો એન્ગ્રી યંગમેનવાળો લુક સામે લાવી દીધો. આ ફિલ્મ આવતા વર્ષે ઈદમાં રિલીઝ થશે. એવામાં સ્પષ્ટ છે કે સલમાન ખાનની ફિલ્મ આ ફિલ્મ સાથે ટકરાવાની છે. કારણ કે ઈદ પર દર વર્ષે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય છે. સમાચાર એ પણ છે કે સલમાન ખાનની આ વર્ષે ઈદ પર ભારત ફિલ્મ રિલીઝ થવાની છે. 

સલમાન ખાનની છેલ્લી ઇદમાં ફિલ્મ રિલીઝ વિશે વાત કરીએ તો લગભગ બધી ફિલ્મોએ સફળતા પ્રાપ્ત કરી છે. ટ્યૂબલાઈટ કમાલ નહીં કરી શકી જ્યારે અક્ષયની વધારે ફિલ્મો આઝાદીના દિવસે અને ગણતંત્ર દિવસ પર રિલીઝ થાય છે. રોહિત શેટ્ટી માટે આ પહેલી વાર છે, કે તે ઈદના અવસર પર પોતાની કોઈ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. કારણકે તેઓ દીવાળી અને ખ્રિસમસ પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે. રોહિતની છેલ્લી આઠ ફિલ્મોએ 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને એમની ફિલ્મ સફળ રહી છે. એવામાં સ્પષ્ટ છે કે ઈદના અવસર પર તે નવો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. 

આ પણ વાંચો : આ સિક્રેટને છુપાવવા વિરાટના ફેક નામનો ઉપયોગ કર્યો અનુષ્કાએ 

અક્ષય કુમારે આની પહેલા ઘણી ફિલ્મોમાં પોલીસ ઑફિસરનો પાત્ર ભજવ્યો છે. રોહિત તેમને કયા નવા અવતારમાં પ્રસ્તુત કરશે તે રસપ્રદ રહેશે. બતાવી દઈએ કે આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે અને ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી જ કરશે. 

akshay kumar rohit shetty Salman Khan box office bollywood news entertaintment