'Masakali 2.0'થી નાખુશ છે એ આર રહેમાન, ટ્વીટર પર આપ્યું રીએક્શન

09 April, 2020 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'Masakali 2.0'થી નાખુશ છે એ આર રહેમાન, ટ્વીટર પર આપ્યું રીએક્શન

એ આર રહેમાન અને 'Masakali 2.0'નું દ્રશ્ય

અગિયાર વર્ષ પહેલા આવેલી અભિષેક બચ્ચન અને સોનમ કપુરની ફિલ્મ Delhi 6નું ગીત મસકલી સુપરહિટ થયું હતું. જેને ઓસ્કાર વિજેતા એ આર રહેમાને કમ્પોઝ કર્યું હતું અને બોલ હતા પ્રસુન જોષીના. હવે આ ગીતની રીમેક બની છે. જેનું નામ છે 'Masakali 2.0'. તારા સુતારિયા અને સિધ્ધાર્થ મલ્હોત્રાની કેમેસ્ટ્રી આ ગીતમાં જોવા મળી રહી છે અને ચાહકો તેની પ્રશંસા પણ કરી રહ્યાં છે. પરંતુ કમ્પોઝરને આ રીમેક જરાય ગમ્યું નથી. તે બાબતે તેમણે ટ્વીટર પર પોતાનું રીએક્શણ પણ આપી દીધું છે.

એ આર રહેમાને પોસ્ટમાં ઓરીજનલ મસકલી ગીતની લિન્ક શેર કરતા કહ્યું હતું કે, ઓરીજનલને એન્જોય કરો. પોસ્ટમાં અપડેટ કરેલા ફોટોમાં તેમણે લખ્યું હતું કે, એક ગીત બનાવવા પાછળ બહુ મહેનત કરવી પડે છે. આ ગીતનું મ્યુઝિક બનાવવા માટે 365 દિવસની મહેનત લાગી હતી. કોઈ શોર્ટકટ નહોતું અપનાવાવમાં આવ્યું. ડાયરેક્ટરની ટીમ, એક કમ્પોઝર અને એક ગીતકાર જેમને અભિનેતાઓ, ડાન્સ ડાયરેક્ટર અને બાકીની ફિલ્મ ક્રૂનું સમર્થન મળ્યું હતું.

મસકલીના ઓરીજનલ ગીતના ગીતકાર પ્રસૂન જોષીએ રીમએક પર રીએક્શન આપતા કહ્યું હતું કે, મસકલી સહિત Delhi 6ના બધા જ ગીતો હૃદયની બહુ નજીક છે. કમ્પોઝર એ આર રહેમાન, ગીતકાર પ્રસૂન જોષી અને ગાયક મોહિત ચૌહાણના ઓરીજનલ ગીતને બદલી નાખ્યું તે જોઈને ઘણું દુખ થયું. આશા છે કે ચાહકોને વાસ્તવિકતાનું ભાન થાય.

Delhi 6ના ડાયરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ કહ્યું હતું કે, આ ગીત તમારા કાનના પડદાને નુકસાન કરશે.

મસકલીનું રીમેક તનિષ્ક બાગચી અને તુલસી કુમારે ગાયું છે. આ રીમેકને ચાહકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

bollywood bollywood news bollywood gossips entertainment news ar rahman sidharth malhotra Tara Sutaria prasoon joshi mohit chauhan rakeysh omprakash mehra abhishek bachchan sonam kapoor delhi 6