09 February, 2019 09:17 AM IST |
શાહરુખ ખાન
શાહરુખે હાલમાં જ એક શોમાં હાજરી આપી હતી. આ શોમાં તેની ફિલ્મો વિશે વાત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું પ્રીમિયર હતું અને મારી આસપાસ મારા કેટલાક મિત્રો બેઠા હતા. આ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હું ડાયલૉગ મારું છું કે ‘રાજ અગર યે તુઝકો પ્યાર કરતી હૈ તો પલટ કે દેખેગી. પલટ. પલટ. પલટ.’ એ સમયે મારા ફ્રેન્ડે મને કહ્યું હતું કે તેં જે રીતે ‘બાઝીગર’માં પેલી છોકરીને મારી હતી એ જ રીતે તું તેને ફરી મારી નાખવાનો હોય એવું લાગી રહ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે જો હું આ ફિલ્મમાં ન હોત તો એ વધુ સફળ રહી હોત. મને ખૂબ જ દુ:ખ થયું હતું. પ્રોડક્શનની બહારની કોઈ પહેલી વ્યક્તિએ આ ફિલ્મ જોઈ હોય તો એ છે સલમાન ખાન અને તેણે કહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ શ્રેષ્ઠ છે.’
તેની ફિલ્મો અને લાઇફમાં જે પણ મહિલાઓએ તેને સાથ આપ્યો છે એ માટે તેમનો આભાર માનતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને રોમૅન્સ કરવાનું ખૂબ જ વિચિત્ર લાગે છે અને એમ છતાં લોકો મને રોમૅન્ટિક હીરો કહે એ અજુગતું લાગે છે. આ દેશની તમામ હિરોઇનોનો હું આભાર માનું છું જેમણે મારી સાથે કામ કર્યું છે, કારણ કે તેમણે મારું કામ ખૂબ જ સરળ બનાવી દીધું હતું.’
આ પણ વાંચો : લોકોને હસાવવા માટે ઇન્ટેલિજન્સની જરૂર પડે છે : અજય દેવગન
મારાથી જ્યારે પણ કોઈ રોમૅન્ટિક દૃશ્ય નહોતું થતું ત્યારે હું એ માટે ના પાડી દેતો. જોકે મારી હિરોઇનો મને પ્રોત્સાહિત કરતી કે એક વાર પ્રયત્ન કર. આ હું કાજોલ, માધુરી દીક્ષિત નેને અને જુહી ચાવલા દરેકને કહેતો હતો અને તેઓ હંમેશાં મને સર્પોટ કરતી હતી
- શાહરુખ ખાન