સર્જિકલ સ્ટ્રાઇક પર દરેક ભારતીયને છે ગર્વ : વિકી કૌશલ

08 January, 2019 09:05 AM IST  | 

સર્જિકલ સ્ટ્રાઇક પર દરેક ભારતીયને છે ગર્વ : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલને સર્જિકલ સ્ટ્રાઇક પર ખૂબ જ ગર્વ છે. ૨૦૧૬માં આતંકવાદી દ્વારા કાશ્મીરના ઉડીમાં આવેલા મિલિટરી બેઝ-કૅમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ઘટના પરથી વિકી કૌશલની ‘ઉરી’ બની છે જે અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ વિશે પૂછતાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘આપણે સારી રીતે ઊંઘી શકીએ એ માટે સૈનિકો આપણી સુરક્ષા કરે છે અને તેમના પર ખૂબ જ દયનીય હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ જ્યારે તેમના ટેન્ટમાં હથિયાર વગર સૂઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. આ એપિસોડ બાદ જ આર્મીએ સ્ટૅન્ડ લીધું હતું કે આપણે આ ઘટનાને સહી નહીં લઈએ. તેમણે દસ દિવસની અંદર ઑફિશ્યલી પ્લાનિંગની સાથે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ખૂબ જ સફળ ઑપરેશન રહ્યું હતું અને એ સાથે એવી ઘટના હતી જેના પર આપણને તમામને ગર્વ થાય. યુવાનોની સાથે વૃદ્ધ વ્યક્તિને પણ ખબર હતી શું થયું છે. બે વર્ષ પહેલાંની આ ઘટના દરેકે ટીવીમાં જોઈ હશે અથવા તો ન્યુઝપેપરમાં વાંચ્યું હશે. આ ઑપરેશન પાછળ શું-શું કરવામાં આવ્યું હશે એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. આ ઑપરેશનમાં દરેક ટીમે સાથે મળીને કામ કર્યું હતું અને એથી જ ઑપરેશન સફળ રહ્યું હતું. ‘ઉરી’માં તમને આ જ વસ્તુ જોવા મળશે.’

આ પણ વાંચો : રૅપ સૉન્ગ માટે રણવીર સિંહે કોઈ પાસે ટ્રેઇનિંગ નથી લીધી

હું કદાચ નિષ્ફળ રહીશ, પરંતુ પ્રયત્ન કરવાનું નહીં છોડું : વિકી

વિકી કૌશલનું કહેવું છે કે સફળતા અને નિષ્ફળતા આવતી-જતી રહેશે. ૨૦૧૮માં વિકી કૌશલે ખૂબ જ સારું કામ કર્યું છે. તેની ‘રાઝી’ અને ‘સંજુ’ને કારણે આજે તેની ગણતરી ખૂબ જ સારા ઍક્ટરમાં થવા લાગી છે. આ વિશે વધુ જણાવતાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘હું દર્શકોને સરપ્રાઇઝ આપવામાં વિશ્વાસ રાખું છું. હું દરેક પાત્રને મારા સો ટકા આપું છું. મેં શરૂઆત કરી દીધી છે. મને નિષ્ફળતા પણ જોવા મળી શકે છે, હું ફરી સફળ થઈશ, ફરી નિષ્ફળ જઈશ અને ફરી સફïળ થઈશ અને આ ક્રમ ચાલતો રહેશે. જોકે હું ક્યારેય પણ પ્રયત્ન કરવાનું નહીં છોડું.’

vicky kaushal bollywood news