મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

22 December, 2019 11:11 AM IST  |  Mumbai

મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

દેશમાં નાગરિકતા કાયદાને લઈને ઉઠેલા તોફાનને જોતાં ફિલ્મ-મેકર વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ એ ભારત નથી રહ્યું જેમાં તેમનો ઉછેર થયો હતો. સરકારે પાસ કરેલા બિલની વિરોધમાં લોકો રસ્તા પર ઉતરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ બિલનો વિરોધ કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘દેશમાં હાલમાં ખરાબ સ્થિતિ ઉભી થઈ છે કારણ કે લોકોને ધર્મનાં આધારે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. આ એ ભારત દેશ નથી રહ્યો જેમાં મારો ઉછેર થયો હતો.’

આ પણ વાંચો : દેશમાં ફરી એક વખત ઇમર્જન્સી આવી ગઈ છે : અનુરાગ કશ્યપ

દેશની સ્થિતિને જોતાં સરકારે કલમ ૧૪૪ લાગુ કરી છે. એ મુજબ લોકોને આ બિલની વિરોધમાં કે એનાં પક્ષમાં ટોળું થવાની મનાઇ ફરમાવવામાં આવી છે. એને જોતા ટ્‍‍વિટર પર વિશાલ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે ‘આ ખૂબ જ હંસીને પાત્ર સ્થિતિ છે. કોને ખબર હતી કે આવુ પણ થવાનું હશે.’

vishal bhardwaj bollywood news entertaintment