જાણો કેવી એક્ટ્રેસથી ખૂબ જ ગુસ્સે થાય છે તાપસી પન્નુ

10 October, 2019 02:00 PM IST  |  મુંબઈ

જાણો કેવી એક્ટ્રેસથી ખૂબ જ ગુસ્સે થાય છે તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ જણાવ્યું હતું કે એવુ ઘણી વાર બન્યું છે કે છેલ્લી ઘડીએ ઍક્ટ્રેસ બે હિરોઇનવાળી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દે છે. તાપસીએ અનેક મહિલા કલાકારો સાથે કામ કર્યું છે. તેણે ‘પિંક’, ‘જુડવા 2’ અને ‘મિશન મંગલ’માં અન્ય અભિનેત્રીઓ સાથે કામ કામ કર્યું છે. તાપસી ‘સાંડ કી આંખ’માં ભૂમિ પેડણેકર સાથે પણ જોવા મળવાની છે. આ ફિલ્મ વૃદ્ધ શાર્પ-શૂટર્સનાં જીવન પર આધારિત છે. તાપસી શાર્પ-શૂટર ચન્દ્રો તોમરની ભૂમિકામાં અને ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળવાની છે.

આ પણ વાંચો : મસ્તાની અનુષ્કાની દીવાની બની

છેલ્લી મીનિટે ફિલ્મોને ના પાડવા વિશે તાપસીએ કહ્યું હતું કે ‘એક સમય એવો પણ હતો જ્યારે એક્ટ્રેસીસ બે હિરોઇનવાળી ફિલ્મોને છેલ્લી ઘડીએ ના પાડી દેતી હતી. એનાં કારણે મને ખૂબ ગુસ્સો આવતો હતો. જોકે હું આભાર માનું છું કે એવા કલાકારો પણ છે જે આવી ફિલ્મો કરવામાં પોતાને સિક્યોર માને છે. એક મહિલા તરીકે આપણને એક બીજાને સથવારો આપવો જોઈએ.’

taapsee pannu bollywood news