24 February, 2019 09:43 AM IST |
સલમાન ખાન
સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ૧૯ વર્ષ બાદ ફરી એક વાર કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. આ બન્નેએ ૧૯૯૯માં આવેલી ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું. ‘સાંવરિયા’માં સલમાન નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી રણબીર કપૂર અને સોનમ કપૂર આહુજાએ બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની પહેલી ફિલ્મ ‘ખામોશી - ધ મ્યુઝિકલ’ હતી જેમાં સલમાન અને મનીષા કોઇરાલા લીડ રોલમાં જોવા મYયાં હતાં.
આ પણ વાંચો : ગલી બૉયના સિદ્ધાંત ચતુર્વેદીની ઍક્ટિંગના કાયલ થયા બિગ બી
આટલાં વર્ષો બાદ આ બન્નેની જોડીને જોવા માટે તો લોકો પણ ખાસ્સા ઉત્સાહિત હશે. તેમની આવનારી ફિલ્મ વિશે હજી કોઈ જાણકારી આપવામાં નથી આવી.