પ્રિયંકા ચોપરાનાં બોલ્ડ ડ્રેસમાં વોર્ડરોબ માલફંક્શન કેમ ન થયું?

03 February, 2020 04:43 PM IST  |  Mumbai | Mumbai Desk

પ્રિયંકા ચોપરાનાં બોલ્ડ ડ્રેસમાં વોર્ડરોબ માલફંક્શન કેમ ન થયું?

તસવીર સૌજન્ય- પ્રિયંકા ચોપરા જોનસ ઇન્ટાગ્રામ

ગ્રામી એવોર્ડ્ઝ 2020માં બોલ્ડ ડ્રેસને કારણે પ્રિયંકા ચોપરા જોન્સ ચર્ચાનો વિષય બની ગઇ. ગ્રામી એવોર્ડ્ઝ પતી ગયા પણ પ્રિયંકાના ડ્રેસની ચર્ચા હજી અટકી નથી. 62મા ગ્રામી એવોર્ડ્ઝમાં રાલ્ફ એન્ડ રુસોનો ગાઉન પહેરીને આવેલી પ્રિયંકાના ક્લિવેજનો કટ તેની નાભી સુધી પહોંચતો હતો અને તેની સરખામણી જેનિફર લોપેઝે 2000ની સાલમાં પહેરેલા વર્સાચેના ડ્રેસ સાથે પણ થઇ. આટલા લો કટનો ડ્રેસ પહેર્યા પછી પણ તેણે કઇ રીતે રેડ કાર્પેટ પર કોઇ વોર્ડ રોબ માલફંક્શન ન થવા દીધું તે અંગે તેણે ખુલ્લા દિલે પોતાનો અનુભવ કહ્યો.

યુએસ વીકલી અનુસાર 37 વર્ષની પ્રિયંકાએ કહ્યું હતું કે તેના ડ્રેસમાંનો એક બહુ જ અગત્યનો હિસ્સો સાવ અદ્રશ્ય હતો. તેણે કહ્યું કે, "જ્યારે પણ રાલ્ફ એન્ડ રુસો મારે માટે કોસ્ચ્યુમ કે કોટિ્યોર બનાવે છે ત્યારે એ લોકો આ બધું - 'વોર્ડરોબ માલફંકશન' - ધ્યાનમાં રાખે જ છે."

તેણે ઉમેર્યું કે, "લોકોને લાગતું હશે કે મારે માટે એ સંભાળવું બહુ જ મુશ્કેલ હશે પણ મારા ડિઝાઇનર્સે મારે માટે બહુ ઝીણું, પાતળુ્ં જેવું કાપડ શોધ્યું છે જેનો રંગ મારી ત્વચાના રંગ સાથે મેળ ખાય છે અને આખો ડ્રેસ જાણે એનાથી એક સાથે જોડાયેલો રહે છે. એ કાપડ એટલું ઝીણું છે કે તમે ફોટોગ્રાફ્સમાં પણ તે નહીં જોઇ શકો. એ કપડું નેટિંગ જેવું કામ કરે છે અને એના વગર આ ડ્રેસ જેવો છે એવો બની જ ના શક્યો હોત."

સ્કાય ઇઝ પિંકની એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું કે તે કોઇ એવોર્ડ શો માટે કોઇ ફેશન રિસ્ક તો નહીં જ લે. તેણે કહ્યું કે, "ડ્રેસ ખરેખર તો શરીરને ચપોચપ રહેવો જોઇએ. હું જ્યારે કંઇપણ પહેરવાનું નક્કી કરી લઉં પછી એ વાતે હું નર્વસ નથી રહેતી, હું બહુ સિક્યોર ન હોઉં ત્યાં સુધી હું બહાર ન નિકળું."

"મને વોર્ડરોબ માલ ફંકશન્સ ગમતાં જ નથી, કોઇને ય ન ગમે" એમ કહેતાં તેણે ઉમેર્યું કે, "મજાની વાત એ છે કે એવોર્ડ ફંકશન્સ હોય ત્યારે જોનસ કુટુંબની તસવીરોથી ઇન્ટરનેટ ભરાઇ જાય છે." પ્રિયંકાની જેઠાણીઓ સોફી અને  ડેનિયેલની તસવીરો પણ ઇન્ટરનેટ પર હતી. જોનસ કુટુંબના વોટ્સએપ ગ્રુપ પર ઘરની વહુઓ પોત પોતાના આઉટફીટની ચર્ચા પણ કરે છે અને ફોટોઝ શેર કરીને એકબીજાને પુછે પણ છે કે આ ડ્રેસ અંગે તે શું વિચારે છે. 

તેણે કહ્યું કે, "એક કુટુંબ તરીકે અમારા દરેકની પસંદગી જૂદી છે અને અમે એવી સ્ત્રીઓ છીએ જે ફેશનનાં દબાણ નીચે આવાવનું પસંદ નથી કરતી, એટલે આવી વાતો માત્ર મોજ ખાતર જ થાય છે બાકી આમાં કોઇ સ્ટ્રેસ નથી હોતો અને અમે કુટુંબ તરીકે એક બીજાની બહુ નજીક છીએ."હવે પ્રિયંકા માયામીમાં મ્યુઝિક, સ્ટાઇલ અને ફુડ સેલિબ્રેટ કરતો યુરોપિયન સ્ટાઇલ ફેસ્ટિવલ સ્ટેલા એર્ટોઇસ પોર્ટ ડે સ્ટેલા હોસ્ટ કરશે.

grammy awards priyanka chopra