'ઉરી' માટે આદિત્ય ઘરે 6 મહિના સુધી કર્યું હતું રિસર્ચ

08 January, 2019 08:36 PM IST  | 

'ઉરી' માટે આદિત્ય ઘરે 6 મહિના સુધી કર્યું હતું રિસર્ચ

ફિલ્મનું એક દ્રશ્ય

વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. સત્ય ઘટના પર આધારિત રોની સ્ક્રૂવાલાની ફિલ્મ 'ઉરી' 2016માં ઉરીના કાશ્મીરમાં થયેલા કથિત આતંકી હુમલાના ભારતીય સૈન્યએ લીધેલા બદલા પર આધારિત છે.

દેશભક્તિ દર્શાવતી આ ફિલ્મ દ્વારા સૈન્યને પણ ટ્રિબ્યુટ અપાઈ છે. ત્યારે ફિલ્મના પ્રમોશન ભાગરૂપે પ્રોડ્યુસર્સે ભારતીય સૈન્ય, નેવી, CRPF, BSFના જવાનોને સન્માન આપવા માટે ફિલ્મનો પ્રિવ્યુ યોજવામાં આવ્યો. આ પ્રિવ્યુ બાદ સૈન્યના જવાનો ફિલ્મની ટીમના કામને વખાણી રહ્યા છે. સૈન્યના જવાનો પોતાની મહેનત અને બલિદાનને સિલ્વર સ્ક્રીન પર જોઈને ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.

2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે, જેમાં સર્જિકલ સ્ટ્રાઈક દર્શાવાઈ છે. આ ફિલ્મ બનાવતા પહેલા રિસર્ચ માટે ડિરેક્ટરે છ મહિનાનો સમય લીધો હતો, જેથી ફિલ્મમાં સર્જિકલ સ્ટ્રાઈકની વાસ્તવિક્તાને સરળતાથી દર્શાવી શકાય. ફિલ્મમાં આ ઈવેન્ટને ડિટેઈલમાં દર્શાવાઈ છે.

આ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઇક પર દરેક ભારતીયને છે ગર્વ : વિકી કૌશલ

ભારતીય સૈન્યના ઇતિહાસમાં પહેલીવાર દુશ્મન પર હુમલો કરવાની પહેલ કરાઈ હતી. જેને કારણે આ સર્જિકલ સ્ટ્રાઈક વધુ મહત્વની હતી. અત્યાર સુધી સર્જિકલ સ્ટ્રાઈક વિશે લોકોએ ન્યૂઝ ચેનલ્સ પર જ માહિતી મેળવી છે, ત્યારે સિલ્વર સ્ક્રીન પર જોવા માટે દર્શકો પણ ઈન્તજાર કરી રહ્યા છે. RSVP પ્રોડક્શનની આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

bollywood entertaintment vicky kaushal