મર્દાની 2 બનાવવી ખૂબ જ રિસ્કી હતી : રાની મુખરજી

28 December, 2019 11:21 AM IST  |  Mumbai | Harsh Desai

મર્દાની 2 બનાવવી ખૂબ જ રિસ્કી હતી : રાની મુખરજી

રાની મુખરજી

રાની મુખરજીનું કહેવું છે કે ‘મર્દાની ૨’ એકદમ રિસ્કી ફિલ્મ હતી. ૨૦૧૪માં આવેલી ‘મર્દાની’ની સીક્વલને બે ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ સલમાન ખાનની ‘દબંગ ૩’ રિલીઝ થઈ હતી અને એમ છતાં એ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. સિટિઝનશિપ કાયદાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદશનની સામે પણ આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૪૦.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મહિલા પર થતાં બળાત્કાર પર આધારિત આ ફિલ્મ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશે રાનીએ કહ્યું હતું કે ‘ફિલ્મની સ્ટોરી દર્શકો સાથે કનેક્ટ થઈ શકી અને તેમના દિલને સ્પર્શી ગઈ હોવાથી અમારી ‘મર્દાની ૨’ સફળ રહી છે. આ ફિલ્મમાં આજની રિયાલિટીને રજૂ કરવામાં આવી છે તેમ જ આપણી સોસાયટીમાં મહિલાઓ જે પ્રોબ્લેમનો સામનો કરી રહી છે એ રજૂ કરવામાં આવ્યું છે. આપણે બધા આ ઇશ્યુ સાંભળીએ છીએ. એક ઍક્ટર તરીકે મને એકદમ સ્ટ્રૉન્ગ મટીરિયલની જરૂર હતી જેનાથી આ સ્ટોરીને હું સ્ક્રીન પર ઇમ્પ્રોવાઈઝ કરીને રજૂ કરી શકુ જેનાથી લોકોના દિલ પર એ એક છાપ છોડી જાય. મારા માટે ગોપી પુથરણ દ્વારા લખવામાં આવેલી સ્ટોરી ખૂબ જ અદ્ભુત હતી અને પહેલાં નરેશનમાં જ મને એ પસંદ પડી ગઈ હતી.’

‘મર્દાની ૨’ બનાવવી રિસ્કી હોવા વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘જો તમે જુઓ તો ‘મર્દાની ૨’ બનાવવી એકદમ રિસ્કી ફિલ્મ હતી. આ એક ડાર્ક ફિલ્મ છે અને એમાં સોશ્યલ ઇશ્યુ વિશે વાત કરવામાં આવી છે. એમાં સૉન્ગ અને ડાન્સ નથી. સો-કોલ્ડ કર્મશ્યલ ઇલિમેન્ટ વગરની આ ફિલ્મ છે. જોકે આ ફિલ્મ હિટ થઈ છે અને એ ચર્ચાનો વિષય પણ બન્યો છે. હિન્દી સિનેમાં કેવી હોવી જોઈએ એવી માન્યતાને ચૅલેન્જ આપી અમારી ટીમે આ ફિલ્મ બનાવવાનું રિસ્ક લીધુ હતું અને એ સફળ પણ રહી છે. અમે ફક્ત એક સારી ફિલ્મ બનાવવા ઇચ્છતાં હતાં જે લોકોને પસંદ પડે અને સાથે એક સ્ટ્રૉન્ગ મૅસેજ પણ આપે. અમને ખુશી છે કે અમે એમાં સફળ રહ્યાં છીએ.’

ફિલ્મમાં સોશ્યલ ઇશ્યુની સાથે જાતીય અસમાનતાને પણ દેખાડવામાં આવ્યો છે. આ વિશે રાનીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં ઘણી વસ્તુને દેખાડવામાં આવી છે, પરંતુ એને મુખ્ય હેતું જાતિય અસમાનતાને સામે લાવવાનો છે. શિવાની ટોપ-કૉપ હોવાની સાથે તેના કરીઅરમાં એકદણ ઊંચાઈ પર હોવા છતાં તેણે ઑફિસમાં જાતિય અસમાનતાનો સામનો કરવો પડે છે. ફિલ્મો વિલનની પણ એવી માન્યતા હોય છે કે સ્ત્રી હંમેશાં પૂરુષની નીચે દબાઈને રહેવી જોઈએ. તેમ જ ફિલ્મમાં વિલન જે મહિલાઓ પોતાના સ્વમાન માટે અને હક માટે આગળ આવે તેનો બળાત્કાર કરીને મર્ડર કરી દેતો હોય છે. ફિલ્મના એક દૃશ્યમાં શિવાની જર્નલિસ્ટને ઇન્ટરવ્યુમાં આ જાતીય અસમાનતા વિશે વાત કરે છે અને એને ગોપીએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે.’

દરેક ઉંમરના દર્શકો સાથે ફિલ્મ કનેક્ટ થઈ હોવાથી ‘મર્દાની ૨’ને સફળતા મળી છે. આ વિશે રાનીએ કહ્યું હતું કે ‘જુવેનાઇલ ક્રાઇમ્સને કારણે આ ફિલ્મ યુવાનો સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શકી છે. મહિલાઓ સાથે થતા અન્યાય અને જાતીય અસમાનતાને કારણે મહિલાઓને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી છે. સારી ફિલ્મ જોવા ઇચ્છનાર દર્શકો પણ આ ફિલ્મ સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શક્યા છે. ‘મર્દાની ૨’ પર મને ગર્વ છે અને આ ઇશ્યુ પર ફિલ્મ બનાવવા માટે ગોપી પર પણ મને ગર્વ છે. મહિલાઓ દરરોજની લાઇફમાં કેવી સમસ્યાઓમાંથી પસાર થાય છે એને જાણવું ખૂબ જ મુશ્કેલ છે અને ખૂબ જ સેન્સિટીવ રીતે એને રજૂ કરવામાં આવી છે. આ માટે તેનો શાબાશી આપવી રહી.’

થાણેની મહિલા પોલીસને બંદોબસ્તના બહાને મળી ‘મર્દાની ૨’ના શોની સરપ્રાઇઝ

થાણેના ડિસ્ટ્રીક્ટ રુરલ એરિયાની સોથી વધુ મહિલા પોલીસને બંદોબસ્તના બહાને ‘મર્દાની ૨’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં લઈ જવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ સુપરીટેન્ડન્ટ ઑફ પોલીસ ડૉક્ટર શિવાજી રાઠોડ દ્વારા ગુરુવારે મહિલાઓને બંધોબસ્તમાં જવાનું છે એમ કહીને બોલાવવામાં આવી હતી. આ વિશે એડિશનલ સુપરીટેન્ડન્ટ ઑફ પોલીસ સંજય પાટીલે કહ્યું હતું કે ‘સોથી વધુ મહિલાઓ પોલીસ સ્ટેશનની બહાર જમા થઈ ગઈ હતી અને તેમને મૉલના સિનેમા હૉલમાં ‘મર્દાની ૨’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં લઈ જવામાં આવી હતી. તેઓ ઘરનું કામ અને પોલીસના કામને કેવી રીતે બૅલેન્સ રાખે છે એને ધ્યાનમાં રાખીને તેમના કામને વધાવવા માટે અમે આ સ્ક્રીનિંગ રાખી હતી જેથી તેઓ થોડા સમય માટે રિલેક્સ થઈ શકે.’

આ પણ વાંચો : કર્ણાટક હાઇકોર્ટમાં અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ વિરુદ્ધ અરજી નોંધાઇ..

ભાયંદર પોલીસ સ્ટેશનમાં ભેગા થયા બાદ તમામ મહિલા પોલીસને લંચ આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમને પોલીસના વાહનમાં જ સિનેમાં હૉલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

40.20 આટલા કરોડ રૂપિયાનો અત્યાર સુધીમાં બિઝનેસ કર્યો રાની મુખરજીની મર્દાની ૨એ

rani mukerji mardaani bollywood news entertaintment