દેશમાં ફરી એક વખત ઇમર્જન્સી આવી ગઈ છે : અનુરાગ કશ્યપ

22 December, 2019 11:08 AM IST  |  Mumbai

દેશમાં ફરી એક વખત ઇમર્જન્સી આવી ગઈ છે : અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

સિટિઝનશિપ કાયદાને લઈને ફાટી નીકળેલી હિંસાને પગલે સરકારે કેટલાંક રાજ્યોમાં ઇન્ટરનેટની સુવિધા બંધ કરી દીધી છે. આ વિશે અનુરાગ કશ્યપે જણાવ્યું કે દેશમાં હાલમાં ઇમર્જન્સી જેવું વાતાવરણ ઊભું થયું છે. સૌથી પહેલાં ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાદી હતી અને હવે નરેન્દ્ર મોદી પણ એવું કરી રહ્યા છે. સરકારે પાસ કરેલા બિલ પર ઠેર-ઠેર આંદોલન શરૂ કરવામાં આવ્યાં છે. એને જોતાં બુધવારે ઉત્તર પ્રદેશના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ઓ. પી. સિંહે ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું હતું, ‘સેક્શન ૧૪૪ને લાગુ કરવામાં આવ્યું છે અને કોઈને પણ તા. ૧૯-૧૨-’૧૯ના રોજ નાહકના ભેગા થવાની મંજૂરી આપવામાં નથી આવતી. બધાએ એનું અનુકરણ કરવું. સાથે જ પેરન્ટ્સને પણ વિનંતી છે કે તેઓ પોતાનાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપે.’

આ પણ વાંચો : અક્ષયે આપેલી કાંદાથી બનેલી ઇયરરિંગ્સ પહેરી ટ‍્વિન્કલ ખન્નાએ

તેમના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું, ‘ઇમર્જન્સી હવે ફરીથી આવી ગઈ છે.’

anurag kashyap bollywood news