ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શૂટિંગ માટે અજય દેવગણ પહોંચ્યા ભૂજ

24 July, 2019 08:48 PM IST  |  ભૂજ

ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શૂટિંગ માટે અજય દેવગણ પહોંચ્યા ભૂજ

1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પર બની રહેલી ફિલ્મ ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ત્યારે ફિલ્મના શૂટિંગ માટે અજય દેવગણ અને સોનાક્ષી સિંહા ભૂજ પહોંચી ચૂક્યા છે. ભૂજમાં 25 જુલાઈથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. અજય દેવગણ આજે ચાર્ટડ પ્લેનમાં ભૂજ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 'ભૂજ ધ પ્રાઈડ ઓફ ઓનર'નું શૂટિંગ માંડવીના કાઠડા ગામે થવાનું છે. આ માટે અહીં ડમી એરપોર્ટ પણ તૈયાર થઈ રહ્યું છે. જ્યાં ફિલ્મનું શૂટિંગ થશે. ફિલ્મના શૂટિંગ પહેલા અજય દેવગણે કાઠડા ગામે આઈ સોનલના મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ભૂજ પ્રાઈડ ઓફ ઓનર એ 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત છે. જ્યારે પાકિસ્તાને કરેલા બોમ્બમારામાં કચ્છમાં એરફોર્સનો રનવે તૂટી ગયો હતો. ત્યારે સ્કવોડ્રન લીડર વિજય કર્ણિકે માધાપર ગામની 300 મહિલાઓની મદદથી માત્ર ત્રણ દિવસમાં બોમ્બમારા વચ્ચે રન વે તૈયાર કર્યો હતો. આ 300 મહિલાઓની વીરતા પર ફિલ્મ બની રહી છે. જેમાં અજય દેવગણ વિજ યકર્ણિકનો રોલ કરી રહ્યા છે. જ્યારે સુંદરબેન જેઠા માધાપરિયાના રોલમાં સોનાક્ષી સિંહા છે. જે માધાપરની એક સામાજીક આગેવાન અને ખેડૂત છે. તો, સંજય દત્ત રણછોડદાસ સવાભાઈ રબારીનું પાત્ર ભજવશે. પરિણીતી ચોપરા લાહોરની પાકિસ્તાની જાસૂસ હિના રેહમાનનું કેરેક્ટર નિભાવી રહી છે. રાણા દુગ્ગુબાટી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ અને એમી વીર્ક ફાઈટર જેટના પાયલટની ભૂમિકા ભજવશે તેમ ફિલ્મ યુનિટના સૂત્રોએ જણાવ્યું છે. અભિષેક દુધૈયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 14મી ઑગસ્ટ 2020નાં રોજ રીલીઝ થવાની છે...

આ પણ વાંચોઃ Mittal Tankaria: ગ્રીસમાં મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડમાં ભાગ લેશે અમદાવાદની આ યુવતી

ફિલ્મમાં અજય દેવગણ અને સોનાક્ષીની સાથે સાથે પરિણીતી ચોપરા, સંજય દત્ત અને રાણા દગ્ગુબાટી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 2020માં ઓગસ્ટમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. ફિલ્મને ટી સિરીઝના ભૂષણકુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે.

ajay devgn sonakshi sinha sanjay dutt rana daggubati parineeti chopra bollywood