શાહરુખનો ફ્રેન્ડ બન્યા બાદ હવે આર્યનનો ફ્રેન્ડ બનશે શ્રેયસ તલપડે

22 June, 2019 09:30 AM IST  |  મુંબઈ

શાહરુખનો ફ્રેન્ડ બન્યા બાદ હવે આર્યનનો ફ્રેન્ડ બનશે શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે અને આર્યન ખાન

શ્રેયસ તલપડેએ બાર વર્ષ પહેલાં ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ ખાનના ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી અને હવે તે તેના દીકરા આર્યન ખાનના ફ્રેન્ડનું પાત્ર ભજવશે. ‘ધ લાયન કિંગ’માં મુફસાનો અવાજ શાહરુખ અને સિમ્બાનો અવાજ આર્યન આપવાનો છે. જોકે હવે શ્રેયસ પણ આ ફિલ્મમાં ટિમોનના પાત્ર માટે તેનો અવાજ આપશે. ટિમોન અને સિમ્બા બન્ને ફ્રેન્ડ્સ છે. ડિઝનીના આ હિન્દી વર્ઝનમાં આશિષ વિદ્યાર્થી, સંજય મિશ્રા અને અસરાની પણ પોતાનો અવાજ આપશે.

આ ફિલ્મ ભારતમાં ૧૯ જુલાઈએ અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. ડિઝનીનો આભાર વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર શ્રેયસે ટ્વીટ કર્યું હતું કે ‘ટિમોનના પાત્ર માટે મારી પસંદગી કરવા માટે અને આ ક્લાસિક ‘ધ લાયન કિંગ’નો હું ભાગ બની શક્યો એ માટે થૅન્ક યુ ડિઝની ફિલ્મ ઇન્ડિયા.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણના ફોટોની કૅપ્શન પર ફિદા થયો રણવીર

‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ ખાનના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવ્યા બાદ બાર વર્ષ બાદ હું હવે તેના દીકરા આર્યન ખાનનો બેસ્ટ ફ્રેન્ડ બનવાનો છું. લાઇફ એક સર્કલ જેવી છે.’

shreyas talpade aryan khan bollywood news om shanti om