બ્રેકઅપ પછી શું હવે હું સ્ત્રી સાથે સમાગમ કરવાને લાયક નથી રહ્યો?

06 May, 2019 11:49 AM IST  |  | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

બ્રેકઅપ પછી શું હવે હું સ્ત્રી સાથે સમાગમ કરવાને લાયક નથી રહ્યો?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૩૦ વર્ષ છે. થોડા મહિના પહેલાં જ અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગ્ન માટે હું બહુ ઉત્સાહી નહોતો, કેમ કે જેને હું ખૂબ ચાહતો હતો તેની સાથે હું લગ્ન કરી શક્યો નહોતો. મારી ગર્લફ્રેન્ડ સાથેની સેક્સ-લાઇફ ઘણી સારી હતી. લગભગ ચારેક વર્ષ અમે રિલેશનશિપમાં રહેલાં અને ક્યારેક તો ઘણી વાર એક રાતમાં બે વાર સેક્સ માણતાં હતાં. જોકે તેના પરિવારના વિરોધને કારણે અમારે નાછૂટકે છૂટાં પડવું પડ્યું. તેનાં લગ્ન થઈ ગયાં એ પછી મારે અરેન્જ્ડ મૅરેજ કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. જોકે લગ્ન પછી સેક્સ-લાઇફ જેવું કંઈ છે જ નહીં. મને સમાગમની ઇચ્છા જ નથી થતી. હનીમૂન પર ગયાં ત્યારે મેં પ્રયત્નપૂર્વક સમાગમ કરવાની કોશિશ કરેલી, પણ જોઈએ એવી ઉત્તેજના આવી જ નહોતી. નવાઈની વાત એ છે કે હું હજીયે સેક્સી કલ્પનાઓ કરીને હસ્તમૈથુન કરું તો કોઈ જ વાંધો નથી આવતો. શું હવે હું સ્ત્રી સાથે સમાગમ કરવાને લાયક નથી રહ્યો? પત્ની સાથે મેં માંડ બે કે ત્રણ વાર સમાગમ કર્યો છે અને એમાં પણ ખાસ મજા નથી આવી.

જવાબ : તમે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ-લાઇફ માણી હતી અને હજીયે હસ્તમૈથુન કરીને આનંદ મેળવી શકો છો એનો મતલબ એ કે તમારી સમસ્યા શારીરિક નહીં, માનસિક છે. તમને હસ્તમૈથુન કરવાની ઇચ્છા થાય છે, પણ સમાગમ કરવાની નહીં એ બતાવે છે કે તમે હજી તમારી નવી પત્નીને તમારી શૈયાસાથી તરીકે પૂરેપૂરી સ્વીકારી શક્યા નથી.

આ પણ વાંચો : પુરુષોની જેમ સ્ત્રીઓ માટે પણ કામવર્ધક તેલ આવે છે ખરા?

જ્યારે સમસ્યા મગજમાં ગમા-અણગમાના સ્તરે હોય ત્યારે આયુર્વેદની કે અન્ય કોઈ પણ દવા અસર નથી કરતી. આમેય કામેચ્છા વધારી શકે એવી કોઈ દવા હજી સુધી નથી શોધાઈ. હા, ઇચ્છા હોય અને સંભોગ કરવામાં ઇન્દ્રિયની ઉત્તેજના ઓછી પડતી હોય તો વાયેગ્રા જેવી દવાઓ એ વધારી શકે છે. તમે ભૂતકાળને ભૂલીને તમારી પત્ની સાથે મનથી જોડાવાનો પ્રયત્ન કરો. સેક્સમાં માત્ર ફિઝિકલ ઍક્ટિવિટીથી આનંદ નથી આવતો. જો કોઈક કારણસર તમે એમ ન કરી શકતા હો તો તમારે કોઈ સેક્સોલૉજિસ્ટની નહીં, પણ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

sex and relationships life and style columnists