પુરુષોની જેમ સ્ત્રીઓ માટે પણ કામવર્ધક તેલ આવે છે ખરા?

Updated: May 03, 2019, 13:00 IST | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

તમે આડાઅવળા અખતરા કરવા કરતાં સાદું સુગંધ વિનાનું કોપરેલ વાપરો એ જ બહેતર છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : અમારાં લગ્નને દસ વર્ષ થયાં છે. આમ તો મારી વાઇફ જાતીય જીવનમાં મને બધી જ રીતે સપોર્ટ આપે છે, પણ તેને પોતાને ક્યારેય જાતે ઇચ્છા નથી થતી. પુરુષો માટે વાપરવાનું કામવર્ધક તેલ હોય છે શું એવું સ્ત્રીઓ માટે હોય ખરું? પુરુષો તેલ લગાવીને હસ્તમૈથુન કરે છે એમ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં કામવર્ધક તેલનો ઉપયોગ કરી શકાય? મેં એક વાર મારા માટે લાવેલા તેલથી તેને આંગળીથી ઑર્ગેઝમ કરાવી આપ્યું. તેને એ ખૂબ ગમ્યું હતું. તો મને સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો? મારી વાઇફને અવારનવાર એ ભાગમાં ઈચિંગ થયા કરે છે તો શું તેલથી એમાં કોઈ તકલીફ થાય?

જવાબ : સૌથી પહેલાં તો એ સમજી લો કે કામેચ્છા વધારી શકે એવી કોઈ જ દવા હજી સુધી શોધાઈ નથી. કામેચ્છા એ માનસિક બાબત છે, શારીરિક નહીં. કામેચ્છા થયા પછી અંગોમાં કામોત્તેજના વધારે એવી ચીજો શોધાઈ છે, પણ કામેચ્છા જ ન હોવા છતાં ઉત્તેજના લાવી શકે એવું શક્ય નથી.

માર્કેટમાં જે તેલો આવે છે એનાથી કોઈની કામશક્તિ નથી વધતી. એ માનસિક સંતોષ માટે હોય છે. કામવર્ધક પ્રોડક્ટની અંદર જે પ્રોડક્ટ છે એના કરતાં એના રૅપર પરના ઉત્તેજિત કરે એવા ચિત્રને જોઈને વધુ ફાયદો થાય છે. તેલ માત્ર સ્નિગ્ધતાનું કામ કરે છે. એ પછી સાદું કોપરેલ હોય કે મોટા દાવા કરતું કામવર્ધક તેલ, બન્નેનું એક જ કામ છે. તેલમર્દન કરવાથી અંગો વધુ મજબૂત થાય છે એવું નથી હોતું. એ ભાગમાં સ્પર્શ થવાને કારણે ઉત્તેજના વધે છે અને સ્નિગ્ધતા હોય તો ઘર્ષણ વિના સ્પર્શ માણી શકાય છે.

આ પણ વાંચો : માસિક દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

બીજું, સ્ત્રીઓનાં અંગો પરનું તેલ અંદરના ભાગોમાં પણ સહેલાઈથી જઈ શકતું હોવાથી જો તેલ ચોખ્ખું અને સ્ટરિલાઇઝ્ડ ન હોય તો અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સિસ રહે છે. તમે આડાઅવળા અખતરા કરવા કરતાં સાદું સુગંધ વિનાનું કોપરેલ વાપરો એ જ બહેતર છે. તેલ લગાવ્યા પછી એ ભાગની હૂંફાળા ગરમ પાણી અને સાબુથી યોગ્ય સફાઈ થાય એ જરૂરી છે, નહીંતર ઇન્ફેક્શન અને ઈચિંગ વધી શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK