મારી ભાવિ પત્નીના સ્તન વધુ ભરાવદાર કરવા માટે કોઈ દવા કે મલમ છે?

13 August, 2019 03:48 PM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

મારી ભાવિ પત્નીના સ્તન વધુ ભરાવદાર કરવા માટે કોઈ દવા કે મલમ છે?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : હું ૨૭ વર્ષનો છું અને મારાં અરેન્જ્ડ મૅરેજ ૨૦ વર્ષની મમ્મીએ પસંદ કરેલી છોકરી સાથે થવાનાં છે. સગાઈ પહેલાં જ અમે એક-બે વાર સાથે બહાર ફરવા ગયાં છીએ. દેખાવે ખૂબ જ સુંદર, ગોરી અને સુશીલ છે. જાકે તેનાં સ્તન ખૂબ જ નાનાં છે. હું જ્યારથી સેક્સ્યુઅલ ફૅન્ટસી જાતો થયો છું ત્યારથી મને મોટાં સ્તનવાળી સ્ત્રીઓ પ્રત્યે વધુ આકર્ષણ થયું છે. મેં હંમેશાં એકદમ ભરાવદાર અને મોટા બ્રેસ્ટ્સ ધરાવતી સ્ત્રીની કલ્પના કરીને જ હસ્તમૈથુન કર્યું છે. મારી સમસ્યા એ છે કે મારાં જે છોકરી સાથે લગ્ન થવાનાં છે એની સાથે સેક્સની કલ્પના કરું છું ત્યારે એનાં નાનાં સ્તન જાઈને હું ઠંડો પડી જાઉં છું. શું બ્રેસ્ટ મોટાં કરવાની કોઈ દવા કે મલમ આવે છે જે વાપરીને મારી ભાવિ પત્નીને આકર્ષક બનાવી શકું?

જવાબ: કહેવાય છે કે સેક્સ કરતાં સેક્સની કલ્પના વધુ રળિયામણી હોય છે. તમે પહેલેથી જ મોટાં સ્તનવાળી યુવતીની કલ્પના કરી છે એટલે તમને એ ગમે છે. એ પસંદગી ખોટી છે એવું નહીં કહું, પણ એક સાચી વાત સમજાવવાની કોશિશ જરૂર કરીશ. સ્ત્રીનાં સ્તન નાનાં હોય કે મોટાં એનાથી સ્ત્રીની ઉત્તેજિત થવાની ક્ષમતામાં કે સેક્સનું સુખ આપી શકવાની ક્ષમતામાં કોઈ ફરક નથી પડતો. હા, તમને મોટાં સ્તન જોવાનું વધુ ગમતું હોય અને વધુ ઉત્તેજના આવતી હોય એવું બની શકે છે. જોકે એ પણ એક માનસિક કન્ડિશનિંગ જ છે. ઇન ફૅક્ટ, સાયન્સ કહે છે કે જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. સ્ત્રી પાર્ટનર જેટલી વધુ ઉત્તેજિત થાય એટલો સેક્સક્રીડામાં સાથ પણ સારી રીતે આપે છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

હવે તમારા ગમાઅણગમાનું શું કરવું એ પર આવીએ. કોઈ પણ એવી દવા કે મલમ નથી કે જે સ્તનને મોટાં બનાવી શકે. એવા દાવા કરતી તમામ પ્રોડક્ટ્સ કોઈ જ અસર નથી કરતી. બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ માટેની સર્જરી કરાવી શકાય, પરંતુ એની ઘણી આડઅસરો હોય છે. માટે જ શક્ય હોય તો ઉપરની વાત સમજવાની કોશિશ કરીને હસ્તમૈથુન દરમ્યાન તમારા આ કન્ડિશનિંગને બદલવાની કોશિશ કરો.

ધારો કે તમારા માટે જીવનસાથીના અન્ય ગુણો કરતાં બ્રેસ્ટની સાઇઝ મોટો ઇશ્યુ હોય તો પહેલેથી જ બીજી વાર વિચાર કરી લો.

sex and relationships columnists life and style