ઓરલ સેક્સ વખતે એ ભાગના વાળ અને પસીનાની સમસ્યાનું શું કરવું?

10 June, 2019 11:45 AM IST  |  | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

ઓરલ સેક્સ વખતે એ ભાગના વાળ અને પસીનાની સમસ્યાનું શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલઃ મારાં લગ્નને છ વર્ષ થઈ ગયાં છે અને જાતીય જીવન એકંદરે સુખી છે. જોકે પત્નીને જાતીય ક્રીડા દરમ્યાન અમુક ચીજો માટે તૈયાર નથી કરી શક્યો. તેના મનમાં મુખમૈથુનને લઈને એવી માન્યતા છે કે એ ચીજો ગંદી છે. તે એ માટે કદી રાજી થતી જ નથી. ઇન ફૅક્ટ, તેને જ્યારે હું ક્યારેક પરાણે મુખમૈથુન કરાવી આપું છું ત્યારે તેને એ બહુ ગમે છે અને તે સામેથી કહે છે કે કંઈક અજીબ ફીલ થયું. એમ છતાં તે ન તો પોતે કરવા દે છે ન મને કરી આપે છે. ઓરલ સેક્સમાં આનંદ આવતો હોવા છતાં તે એ માટે તૈયાર નથી થતી. તેની દલીલ હોય છે કે એમ કરવાથી ચેપી રોગો ફેલાય. શું આ વાત સાચી છે? તેનો આ છોછ જ છે કે પછી ખરેખર મારે સમજવાની જરૂર છે? બીજું, ઓરલ સેક્સ વખતે એ ભાગના વાળ અને પસીનાની સમસ્યાનું શું કરવું?

જવાબઃ સૌથી પહેલાં ભારતીય કાનૂનની વાત કરીએ તો ઓરલ સેક્સ ગેરકાનૂની છે. રાધર પરસ્પરની સંમતિ વિના થયેલી પ્રક્રિયા હોય તો એ ગેરકાનૂની છે. બન્ને પાર્ટનર સંમતિથી એકમેકને સંતોષ આપવા જાતે તૈયાર હોય તો એ ક્રિયામાં કશું ખોટું નથી. હવે વાત કરીએ કામસૂત્રની. એના રચયિતા મહર્ષિ વાત્સયાયને મુખમૈથુનને પણ એક મૈથુનનો પ્રકાર ગણાવ્યો છે. ઉત્તેજના અને ચરમસીમાના અનુભવ માટે આ પ્રકારનું મૈથુન ખૂબ જ અસરકારક છે. તમારી પત્ની પણ ભલે માન્યતાઓને કારણે ના પાડતી હોય, તેને એ ક્રિયામાં આનંદ વધુ આવે છે એ વાત તમે પોતે પણ સ્વીકારો છો.

આ પણ વાંચો : ફૅમિલી-પ્લાન‌િંગ માટે અમે પુલઆઉટ મેથડ વાપરીએ છીએ એટલે ચિંતા રહે છે

મુખમૈથુનથી નહીં, કોઈ પણ પ્રકારનાં મૈથુનથી ચેપ ફેલાવાની સંભાવના હોય છે અને એ સંભાવના ઘટાડવા માટે પાર્ટનરે એકમેકને સમર્પિત અને વફાદાર રહેવું જરૂરી છે. જ્યારે બન્ને વ્યક્તિઓ સંમતિથી અને વફાદારી સાથે પરસ્પરને મુખમૈથુન કરી આપે તો ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ લગભગ નહીંવત થઈ જાય છે. અલબત્ત, આ માટે જનનાંગોની સ્વચ્છતા બાબતે વિશેષ જાગૃતિ જરૂરી છે. દિવસમાં બે વાર એ ભાગમાં સાબુ ચોળીને છૂટા પાણીએ સફાઈ કરવી, કૉટનનાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાં અને સમયાંતરે જનનાંગો પાસેના વાળને ટ્રિમ કરીને સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

columnists sex and relationships life and style