મલ્ટિપલ પાર્ટનર્સને કારણે મને ચેપી રોગ તો લાગુ નહીં પડ્યો હોયને?

28 September, 2020 12:33 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મલ્ટિપલ પાર્ટનર્સને કારણે મને ચેપી રોગ તો લાગુ નહીં પડ્યો હોયને?

પ્રતીકાત્મક તસવીર

સવાલ - હું ૨૫ વર્ષનો છું. હૉસ્ટેલમાં રહેતો હતો ત્યારે ડઝનેકવાર કૉલગર્લ પાસે ગયો હોઈશ. વચ્ચે ત્રણેક વરસથી આ બધું બંધ થઈ ગયું હતું. છેલ્લા ચારેક મહિનાથી ગર્લફ્રેન્ડ સાથે સંબંધો હતા. જોકે તેની સાથેની સેક્સલાઇફમાં ક્યારેય મને સંતોષ મળ્યો નહીં. બીજા ઝઘડાને કારણે બ્રેકઅપ થઈ ગયું. એ પછી ખબર નહીં કેમ પણ મને ચામડી પાછળ સરકાવવામાં તકલીફ પડે છે. મૅસ્ટરબેશન કરવાનું મન થાય એટલે કરું છું, પણ કર્યા પછી ઇન્દ્રિયનો આગળનો ભાગ લાલચોળ થઈ જાય છે. ફરી એક વાર કૉલગર્લ પાસે ગયો તો મને લગભગ બે જ મિનિટમાં સ્ખલન થઈ ગયું. હવે મારાં લગ્નની વાતો ચાલે છે ત્યારે મને ચિંતા થાય છે કે મલ્ટિપલ પાર્ટનર્સને કારણે મને ચેપી રોગ તો લાગુ નહીં પડ્યો હોયને? એઇડ્સનો વિચાર આવતાં જ થથરી જવાય છે. શું કરવું?
જવાબ-તમે અજાણી અને એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સમાગમ કર્યો છે. એટલે સેક્સ્યઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું રિસ્ક અનેકગણું વધી જાય છે. જોકે તમે વર્ણવેલો લક્ષણો ચેપી રોગનાં નથી, પણ ઍન્ગ્ઝાયટીના હોય એવું લાગે છે. સેક્સ પાર્ટનર્સની બાબતમાં વ્યક્તિ વધુપડતી એક્સપરિમેન્ટેટિવ થઈ જાય અને પાર્ટનર્સ ચેન્જ કર્યા જ કરે ત્યારે આખરે તેને ચેપી રોગનો ભય ડરાવી મૂકે છે. અસુરક્ષિત સંભોગના ૯૦ દિવસ પછી ચેપનાં જંતુઓ લોહીમાં દેખાઈ જાય છે, પણ એના બાહ્ય લક્ષણો બહુ વર્તાતાં નથી.
મારી સલાહ એ છે કે તમે કોઈ સરકારી હૉસ્પિટલમાં જઈને ચેપી રોગો માટેની ટેસ્ટ કરાવી લો. જો છેલ્લા સમાગમ પછીના ૯૦ દિવસ પછીય આ ટેસ્ટ નૉર્મલ આવે તો ચિંતામુક્ત થઈ શકશો. ચિંતા દૂર થયા પછી સેફ સેક્સનો અભિગમ અપનાવશો તો લાંબાગાળે તમારા જ સ્વાસ્થ્યના હિતમાં છે.
નાહતી વખતે જો નિયમિત ફૉરસ્કિન પાછળ કરવાની આદત રાખશો તો વાંધો નહીં આવે. જરૂર પડ્યે કોપરેલ તેલથી મસાજ કરીને સરકાવો. મૅસ્ટરબેશન કે સમાગમ વખતે ઘર્ષણને કારણે લાલાશ ન આવે એ માટે યોગ્ય લુબ્રિકેશન વાપરવું.

dr ravi kothari columnists sex and relationships