ગોળમટોળ ફેસ અને લટકતા પેટ સાથે હું મારી જાતને ઇમૅજિન પણ ન કરી શકું

22 May, 2023 05:38 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન વર્ડ્‍સ - ફિટનેસ તમને બાય-ડિફૉલ્ટ હૅપીનેસ આપશે એટલે આજથી જ તમને જે ગમે એ કરવાનું શરૂ કરો અને ખાવાની બાબતમાં પણ નિયંત્રણ રાખતા શીખી જાઓ. ઈટિંગ હૅબિટ સુધરશે તો પણ રિઝલ્ટ તરત જ દેખાશે.

પારસ કલનાવત

ઝી ટીવીની ‘કુંડલી ભાગ્ય’ સિરિયલમાં જોવા મળતા ટીવીસ્ટાર પારસ કલનાવતે માત્ર સાત મહિનામાં પોતાની જાતનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. ‘મેરી દુર્ગા’, ‘ઝલક દિખલા જા’, ‘અનુપમા’ જેવા શો કરી ચૂકેલા પારસનો ગોલ હવે એઇટ-પૅક છે, જેના માટે તેણે જે ડિસિપ્લિન લાઇફમાં 

વન્સ અપૉન અ ટાઇમ હું પાતળો હતો. એકદમ સુકલકડી એટલે ખાવાની બાબતમાં કન્ટ્રોલ શું હોય એ ખબર નહોતી. હા, ઍક્ટિંગ શરૂ કરી એ પહેલાંથી જ જિમમાં જતો. જોકે એ એકદમ કૅઝ્યુઅલ અપ્રોચ હતો એટલે ખાવા-પીવાની બાબતમાં બહુ ગંભીરતા નહોતી. એ પછી ઍક્ટિંગ શરૂ થઈ અને પછી બન્યું એવું કે કામમાં એટલો વ્યસ્ત કે હેલ્થનું ખાસ કંઈ ધ્યાન રહેતું નહોતું. મારા લાસ્ટ શોનાં ફુટેજ જ્યારે મેં જોયાં ત્યારે મને પોતાની જાત માટે ગુસ્સો આવ્યો. સ્ક્રીન પરના મારા લુકને લઈને હું લિટરલી હેબતાઈ ગયો અને મને મારા માટે શરમ અને દુઃખ બન્ને આવતાં હતાં. મેં નક્કી કર્યું કે બસ, હવે મારે ટ્રાન્સફૉર્મેશન જોઈએ જ છે. સાત મહિના પહેલાં સ્ટ્રિક્ટ ડાયટ સાથે જિમિંગ શરૂ કર્યું અને આજે હું તમારી સામે છું. ફિટનેસની એક ખાસિયત છે. એક વાર તમે વર્કઆઉટ શરૂ કરો અને તમારી અંદર બદલાવ દેખાવાનું શરૂ થાય એટલે તમને રીતસર એનું વ્યસન લાગે. એ પછી તમે એને જરા પણ છોડી ન શકો. 

આ છે મારું રૂટીન

હું જિમ પર્સન છું, પણ હવે મેં ફંક્શનલ ટ્રેઇનિંગ પર પણ ફોકસ શરૂ કર્યું છે. યોગ અને કાર્ડિયો પણ મારા રૂટીનમાં સામેલ છે. છેલ્લા સાત મહિનામાં એક દિવસ એવો નથી ગયો જ્યારે મેં વર્કઆઉટ ન કર્યું હોય. શૂટિંગ હોય, ડબલ શિફ્ટ હોય કે પછી અતિશય ટાઇટ શેડ્યુલ હોય - વર્કઆઉટ અને ઊંઘ માટે હું સમય કાઢી લઉં છું. હું માનું છું કે જ્યારે આપણે સમયને વેડફવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે ઑટોમૅટિકલી આપણને સારોએવો સમય મળવાનો શરૂ થઈ જાય છે. સમયને બગાડવાને કારણે આપણી પાસે ટાઇમની કમી હોય છે. બાકી દુનિયામાં કોઈને પણ ભગવાને ચોવીસ કલાકથી વધારે મોટો દિવસ આપ્યો નથી.

રિમેમ્બર, ડાયટ ઇઝ મસ્ટ

હું કંઈ નવું નથી કહેતો. મોટા ભાગના લોકોને આ ખબર છે અને એ પછી પણ હું એ જ કહીશ કે વર્કઆઉટની બાબતમાં ડાયટ વિના બધું અધૂરું છે. ડાયટ આજની આ ફાસ્ટ લાઇફમાં અઘરી બાબત છે, પણ એ કન્ટ્રોલ બહુ જરૂરી છે. અઘરી એટલા માટે કે આપણી આસપાસ ટેમ્પ્ટિંગ ફૂડનો રીતસર મારો છે. એ બધા સામે જાતને નિયંત્રણમાં રાખવી અઘરું જ પડે, પણ એ કર્યા વિના છૂટકો પણ નથી. 

હું વેજિટેરિયન છું અને અત્યારે મારો ફિટનેસ-ગોલ સિક્સ-પૅક ઍબ્સનો છે એટલે ડાયટ કન્ટ્રોલ 

વિના ચાલે જ નહીં. ઓછામાં ઓછું કાર્બ્સ અને ફાઇબર, પ્રોટીનની માત્રા મારી ડાયટમાં વધારે હોય છે. સ્વાભાવિક રીતે પ્રોટીનમાં પનીરનું સૌથી વધુ સેવન થાય છે એટલે એ ખાવાનું પ્રમાણ સવિશેષ રહે છે તો શુગર સંપૂર્ણ બંધ છે. હા, વીકમાં એક વાર સાકરની કોઈ આઇટમ ખાવાની મેં છૂટ રાખી છે. જોકે ટ્રાય કરું છું કે એ પણ અવૉઇડ થાય.
તમે ફિટ થઈને કંઈ ગ્રેટ કરી લીધું એવું કોઈને લાગે કે ન લાગે, પણ તમને જરૂર લાગશે. મિરરમાં જોશો અને તમારો કૉન્ફિડન્સ વધશે. તમને તમારી જાત માટે પ્રેમ વધશે. ફિટ રહેવું એ મારે મન ફૅશન નહીં, જરૂરિયાત પણ છે અને આ જરૂરિયાતનું ઇમ્પોર્ટન્સ સૌકોઈએ સમજવાની જરૂર છે.

columnists Rashmin Shah