તાત્કાલિક વેચવાના છે : હિન્દુ તહેવારો...

08 January, 2019 10:13 AM IST  | 

તાત્કાલિક વેચવાના છે : હિન્દુ તહેવારો...

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

હા, ખરેખર. હવે આપણે આપણા તહેવારો વેચી દેવા જોઈએ. જે કોઈ બેચારછ રૂપિયા આવી જાય, જે આપણને ઈદમાં કે ક્રિસમસમાં કામ લાગે. આપી દેવા જ જોઈએ આ તહેવારો. કામના જ નથી રહ્યા આ તહેવારો. વાતેવાતે ઉતારી પાડવામાં આવે છે આ તહેવારોને. પતંગ નહીં ચગાવો, બિચારા નિર્દોષ પક્ષીઓની પાંખો કપાઈ જાય છે. પ્લીઝ, નો ધુળેટી. યુ સી, પાણીનો વેડફાટ થાય છે અને યુ નો, વેરી વેલ કે પાણી બહુ જરૂરી કૉમોડિટી છે. જો પાણી નહીં હોય તો માણસજાતિ આખી ખતમ થઈ જશે. સો નો ધુળેટી. જન્માષ્ટમીમાં મેળાઓ નહીં કરો. એનાથી રોગચાળો ફેલાય છે. નવરાત્રિ કરો પણ દસ પછી માઇક નહીં, તમને તો ખબર જ છે. અવાજનું પ્રદૂષણ. ભાઈ, કાનનો જીવ નીકળી જાય છે. ગણેશોત્સવ. નો વે. આટલો ટ્રાફિક કરવાનો અને પછી મૂર્તિ પધરાવતી વખતે બધું પાણી બગડે અને તમને તો ખબર છે જ. હજી ચાર કે પાંચ કે છ લાઇન પહેલાં જ તો તમને કીધું પાણી અગત્યનું છે. માનવજાતિ માટે જરૂરી છે. જો એ નહીં હોય તો પૃથ્વી ખતમ થઈ જશે. દિવાળી છે, શું વાત કરો છો. કરો વિરોધ અને કહો, નો ફટાકડા. ફટાકડાથી તો અવાજનું પ્રદૂષણ વધે છે, હવામાં રહેલી જીવાતોની હિંસા અને જો ધ્યાન ન રહે તો આપણે પણ દાઝી જઈએ, જીવ જાય. યુ સી, આગ પણ લાગે. સો નો ફટાકડા.

શું માંડ્યું છે ભાઈ આ. શ્રાવણમાં અમે શિવજીને દૂધ ચડાવીએ ત્યારે પણ તમને અમે નડી જઈએ અને રમકડાં લેવા માટે બહાર નીકળીએ ત્યારે પણ તમે મેળામાં વેચાતાં ચાઇનીઝ રમકડાંની વાત કરીને અમારા હાથ બાંધી દો. કહી દોને એક વાર સીધેસીધું કે અમારે હિન્દુઓએ તહેવાર નથી ઊજવવાના તો અમે એ રીતે બાથ ભીડીએ, દરેક વખતે તમે પર્યાવરણ ને સમાજ ને ગરીબ બાળકોને ને શાંતિ અને પ્રદૂષણના નામે હિન્દુઓના તહેવારો સામે જ શું ઊભા રહી જાઓ છો.

આ પણ વાંચોઃ જય હિન્દ : સંવેદનાહીન રાષ્ટ્રમાં અમે સૌ ભારતીયજનો આપનું સ્વાગત કરીએ છીએ

એક વખત ક્રિસમસ તમને નડી? દારૂ પીને સાલ્લા બધા છાકટા થાય છે, પણ તમને એ દેખાશે નહીં. એક વખત રમઝાન તમને દેખાઈ? રાત આખી રસ્તા પર નૉનવેજની લારીઓ ઊભી હોય છે, જેની બાજુમાંથી નીકળતી વખતે ઊબકા આવી જાય. નવરાત્રિમાં તમને અમારાં માતાજી નડી જાય છે, પણ મસ્જિદ પર વાગતાં મોટા બ્યુગલ જેવાં માઇક તો તમને ક્યારેય નથી દેખાયાં, પણ માતાજીના ગરબા વખતે એ માઇક પણ દેખાય અને સાઉન્ડના ડેસિબલ પણ તમને આવડી જાય. સાલ્લા સ્યુડો-સેક્યુલરો, કાન ખોલીને સાંભળી લો. ધર્મ બદલાવી નાખો તમે તમારો અને મુલ્ક પણ બદલવો હોય તો એની પણ તમને છૂટ છે, પણ આ દેશ હિન્દુસ્તાન છે અને આ હિન્દુસ્તાનમાં એ જ રીતે તહેવાર ઊજવાશે જે રીતે પહેલાં ઊજવાતો હતો. મકરસંક્રાન્તિનો પણ આનંદ લેવામાં આવશે અને ધુળેટીમાં રંગોથી પણ રમવામાં આવશે. અમારા તહેવાર, અમારી મરજી. વૉટ્સઍપિયા બાદશાહ, ફૂટો તમે અહીંથી.

 

columnists