મસ્ત અને સ્પષ્ટ રહેવું હોય તો માઇન્ડ મૅપિંગ શીખવું

17 March, 2023 07:15 PM IST  |  Mumbai | Bhavini Lodaya

દરેકના જીવનમાં કંઈ ને કંઈ પ્રૉબ્લેમ તો હોય જ, જીવનમાં કોઈ પર્ફેક્ટ નથી.

મિડ-ડે લોગો

ક્યારેક આપણને એવું લાગે કે જિંદગી બહુ ખરાબ છે અને ક્યારેક એમ લાગે કે જિંદગી એકદમ બદલાઈ ગઈ છે. એક વખત એવું લાગે કે બધા સાથે રહેવું છે, પછી બીજી મિનિટે એમ થાય કે ના એકલા જ સારા. અચાનક જ મૂડમાં આવતા આવા બદલાવ પાછળનું કારણ શું છે? એ આપણે પોતે જ સમજવાની જરૂર છે. આપણે લાઇફમાં ઘણી વખત મોટા ડિસિઝન લેતા અચકાઈએ છીએ. આપણને ડર લાગે છે કે મારો લીધેલો નિર્ણય યોગ્ય હશે કે નહીં? આવે વખતે એક પેપર પર નિર્ણય ના ફાયદા અને નુકસાન બન્ને વિશે લખી લેવું, પછી આપણને સમજાય છે અને આપણે ખોટા નિર્ણય લેવામાંથી બચી શકીએ છીએ.

આપણે ભણવામાં કોઈ પણ લાઇન પસંદ કરી અને આગળ જઈને એમ થાય કે હવે મારે આ લાઇનમાં આગળ નથી ભણવું, તો આપણે પોતે પોતાનું ઑબ્ઝર્વેશન કરવું, જેનાથી આપણને આગળ વધવાનો રસ્તો મળે અને જીવનમાં મસ્ત રહેતા શીખી શકીએ. પ્રૉબ્લેમનો વિચાર કરતા બેસી રહેવા કરતાં પ્રૉબ્લેમને સૉલ્વ કરવા ઘરના વડીલો સાથે શૅર કરો અને સૉલ્વ કરવાનો પ્રયત્ન કરવો. 

જીવનમાં ક્લૅરિટી જોઈતી હોય તો માઇન્ડ મૅપિંગ શીખવું જોઈએ. આપણે મોટા ભાગે ફીલિંગ્સ અને વિચારોના હિસાબે એ જેમ કહે એમ ચાલીએ છીએ. માઇન્ડ મૅપિંગ શીખવાથી એક દિશા મળે છે. દરેકના જીવનમાં કંઈ ને કંઈ પ્રૉબ્લેમ તો હોય જ, જીવનમાં કોઈ પર્ફેક્ટ નથી. આ વાતને જો આપણે સમજી લઈએ તો જીવનમાં આપણને મસ્ત જીવતા અને રહેતા આવડી જાય. દરેકને લાઇફમાં દરેક વસ્તુ નથી મળતી. 

આપણું સુખ અને દુઃખ ઘણી હદ સુધી આપણા પર જ નિર્ભર હોય છે. સારું વિચારશો તો સુખી થશો અને જો ખરાબ વિચારશો તો દુખી થશો. આપણાં ઇમોશન્સને પોતાના પર હાવી ન થવા દેવાં, એને નકામા વિચારોની જેમ બહાર કાઢી નાખવા, જેનાથી આપણે લાઇફમાં મસ્ત રહેતા શીખી જશું. અત્યારે યુવાનોએ આ અભિગમ કેળવવાની બહુ જ જરૂર છે.

જિંદગી મસ્ત છે, એને જીવતા શીખો. જીવનની પરીક્ષાઓમાં કેવી રીતે આગળ વધવું જોઈએ એ જો આપણને આવડી જાય તો જીવનમાં મસ્ત રહેતા થઈ જઈએ. જે વ્યક્તિ જીવનમાં ઍક્સેપ્ટ કરતા શીખી લે એ જ જીવનમાં આગળ આવે છે.

શબ્દાંકન : ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists