26 January, 2023 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કથક ડાન્સ ક્લાસ
અટ્ટકલારી સંસ્થા દ્વારા ક્લાસિકલ ડાન્સમાં ઍડ્વાન્સ્ડ વર્કશૉપના ઑનલાઇન બૅચ શરૂ થઈ રહ્યા છે. શનિ અને રવિવારે તમે ઘેરબેઠાં કથક ડાન્સની ઊંડી બારીકીઓ શીખવા માટે જોડાઈ શકો છો. અટ્ટકલારીના ડાન્સ ક્લાસમાં અનુભવી કલાકારો દ્વારા કથકની અંગભંગિમાઓ ઉપરાંત ડાન્સ પર્ફોર્મન્સને લઈને ટિપ્સ આપવામાં આવશે.
ક્યારે?: ૨૮ અને ૨૯
સમય : ૨૮મીએ ૩થી ૪ અને ૨૯મીએ ૪થી ૫
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૨૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow
બાળકોને મધુબની આર્ટ શીખવવી હોય તો સ્ટેટ અવૉર્ડ વિનર આર્ટિસ્ટ પ્રીતિ કર્ણ દ્વારા ખાસ વર્કશૉપ થઈ રહી છે. શરૂઆત મધુબની ફિશ દોરવાથી થશે. આ વર્કશૉપ બે ક્લાસમાં થશે જે માટે પહેલેથી મટીરિયલ પ્રોવાઇડ કરવામાં આવશે.
ક્યારે?: ૨૮ જાન્યુઆરી
સમય : ૧૦.૩૦થી ૧૨.૩૦
કિંમત : ???
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન : memeraki.com
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરંગ, નિવેદિતા અને શ્રેયસની ત્રિપુટી દ્વારા હસીહસીને લોટપોટ થઈ જવાય એવાં ગૅગ્સ સાંભળો અને સાથે કૉફીની ચુસકી અને નાસ્તાનું ચખણું લેતા જાઓ. આફ્ટરનૂન સ્નૅક્સ સાથે લાફ્ટર થેરપીનો ડોઝ તમારી સાંજને અનોખી બનાવી દેશે.
ક્યારે?: ૨૯ જાન્યુઆરી
સમય : સાંજે ૫
કિંમત : ૯૯ રૂપિયા
ક્યાં: ડૉરેન્ગો હૉલ, બાંદરા
રજિસ્ટ્રેશન : bookmyshow
કાઠમાંડુમાં આર્ટિસ્ટ દમયંતી લગભગ બે દાયકાથી વિવિધ દેવી-દેવતાઓના અનોખા સ્વરૂપને પેઇન્ટિંગ દ્વારા તાદૃશ કરતાં આવ્યાં છે. તેમનાં ગણપતિ અને ક્રિષ્નાનાં કલાત્મક ચિત્રોનું એક્ઝિબિશન હાલમાં મુંબઈની કળાધામમાં ચાલી રહ્યું છે. દમયંતીએ સર્જેલાં કૃષ્ણની વ્રજલીલાનાં દૃશ્યો ખૂબ ફેમસ થયાં છે. તેઓ હજારો ડૉટ્સનો ઉપયોગ કરીને ચોક્કસ મુખાકૃતિ તૈયાર કરે છે એ જોવાલાયક છે.
ક્યારે?: ૨૯ જાન્યુઆરી સુધી
સમય : ૧૧થી ૭
ક્યાં?: હીરજી જહાંગીર આર્ટ ગૅલરી, ફર્સ્ટ ફ્લોર, ફોર્ટ
સૉફ્ટ સૅન્ડવિચ લોફ બનાવવાની અનેક રીત છે અને એમાંથી ખટાશ વાપરીને એમાંથી બનતી સૉર ડો ઇન્સ્ટન્ટ બ્રેડ બનાવતાં શીખવાની વર્કશૉપ છે. સૉર ડો બેકિંગની પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીને વિવિધ પ્રકારની સૅન્ડવિચ તેમ જ બન લોફ બનાવતાં શીખો અને એ પછી બ્રેડમાંથી ક્રૅકર્સ કઈ રીતે બનાવી શકાય એ પણ જાણો.
ક્યારે?: ૩૧ જાન્યુઆરી
સમય : સવારે ૯થી સાંજે ૬
ક્યાં?: ૩૫૦ ડિગ્રી ફૅરનહાઇટ, પ્રભાદેવી
રજિસ્ટ્રેશન : @thebakejunction
પૅલેટ નાઇફનો ઉપયોગ કરીને કૅન્વસ પર તમે ઍક્રિલિક કલર્સનો ઉપયોગ કરીને ચોક્કસ દૃશ્ય ખડું કરી શકો એ શીખવતી વર્કશૉપ છે. નાઇફ પેઇન્ટિંગમાં ચોક્કસ ટેક્સ્ચર મેળવવા માટે તેમ જ થ્રી-ડી ફીલ આવે એવું પેઇન્ટિંગ કરવાની ટેક્નિક શીખવવામાં આવશે. આ માટે જરૂરી મટીરિયલની ખાસિયતો, એ ક્યાંથી મળે, એ અપ્લાય કરવાની ખાસ ટેક્નિક્સ એ બધું જ શીખવા મળશે.
ક્યારે?: ૨૮ જાન્યુઆરી
સમય : બપોરે ૧થી ૩
ક્યાં?: પેપરફ્રાય સ્ટુડિયો, બાંદરા
કિંમત : ૨૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow