જાણો, માણો ને મોજ કરો

16 March, 2023 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચૅલેન્જમાં નવરાત્રિના દસ દિવસ ઉપરાંત પોસ્ટ-ફાસ્ટિંગ એમ ૧૪ દિવસનાં ઑનલાઇન સેશન થશે જેમાં નવી ભોજનશૈલીના ફાઉન્ડર બી. વી. ચૌહાણ માર્ગદર્શન આપશે.

ચૈત્ર નવરાત્રિમાં જૂસ ફાસ્ટિંગ કરો

ચૈત્ર નવરાત્રિમાં જૂસ ફાસ્ટિંગ કરો

ઉપવાસ કરવાનું ફાવતું જ નથી? અથવા તો ફાસ્ટિંગ કરવાથી નબળાઈ આવી જાય છે? તો એનો મતલબ એ કે તમે સાચી રીતે ફાસ્ટિંગ કરવાનું વિજ્ઞાન નથી જાણતા. નવી ભોજનશૈલીના વિજ્ઞાન મુજબ ફાસ્ટિંગ પહેલાં શું કરવું, જૂસ ફાસ્ટિંગ અને નિર્જળા ફાસ્ટિંગમાં શું કરવું અને ફાસ્ટિંગ પછી ખોરાક પર કઈ રીતે ધીમે-ધીમે ચડવું એનું અથથી ઇતિ સુધીનું માર્ગદર્શન અહીં મળશે. આ નવરાત્રિમાં જૂસ ફાસ્ટિંગ ચૅલેન્જ નવી ભોજનશૈલી દ્વારા થશે. આ ચૅલેન્જમાં નવરાત્રિના દસ દિવસ ઉપરાંત પોસ્ટ-ફાસ્ટિંગ એમ ૧૪ દિવસનાં ઑનલાઇન સેશન થશે જેમાં નવી ભોજનશૈલીના ફાઉન્ડર બી. વી. ચૌહાણ માર્ગદર્શન આપશે. આ ચૅલેન્જમાં જોડાવા ઇચ્છતા હો તો ૧૮ માર્ચ સુધીમાં નામ નોંધાવી દેવાં કેમ કે વીસમી માર્ચથી સેશન્સ અને ફાસ્ટિંગ બન્ને શરૂ થશે. 
ક્યારે? : ૨૦ માર્ચથી ૨ એપ્રિલ
સમયઃ ૬થી ૭.૩૦ (યોગ અને શૅરિંગ સેશન)
કિંમતઃ ૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ @ndsofficial2019 અને newdietsystemofficial@gmail.com

ગોંદ આર્ટ 

ભારતની લાર્જેસ્ટ ટ્રાઇબ ગણાતી ગોંદ આર્ટમાં કુદરતી સૌંદર્ય ઠાંસી-ઠાંસીને ભર્યું છે. આ વર્કશૉપમાં તમે ટ્રી ઑફ લાઇફ અને એમાં વૃક્ષની આસપાસનાં દૃશ્યોને કૅન્વસ પર કંડારતાં શીખવવા મળશે પ્રખ્યાત ગોંદ આર્ટિસ્ટ કૈલાશ પ્રધાન પાસેથી. બેસિક ડ્રૉઇંગથી લઈને એમાં રંગો ભરવા સુધીની બારીકીઓના વિવિધ તબક્કા એમાં શીખવાશે.

ક્યારે? : ૧૮ અને ૧૯ માર્ચ
સમયઃ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૧૨૫૦ રૂપિયા

રજિસ્ટ્રેશનઃ memeraki.com

કોહબર પેઇન્ટિંગ 

કૅટરફ્લાય આર્ટ ઍન્ડ ક્રાફ્ટ દ્વારા નૅશનલ અવૉર્ડ વિનર મધુબની આર્ટિસ્ટ હેમા દેવી પાસેથી તેમની અનોખી સ્ટાઇલમાં કોબર પેઇન્ટિંગ શીખવતી વર્કશૉપનું આયોજન થયું છે. આ નવી આર્ટ એક-બે કે ત્રણ સેશનમાં શીખી શકાય એવી નથી એટલે રોજના એક કલાકની દસ દિવસની આ વર્કશૉપમાં નવી ટેક્નિક્સ શીખવવાની સાથે ડેઇલી પ્રૅક્ટિસ પર પણ ભાર મૂકવામાં આવે છે. 
ક્યારે? : ૨૦ માર્ચથી ૩૧ માર્ચ
સમયઃ સાંજે ૬.૩૦થી ૭.૩૦ (સોમથી શુક્ર)
કિંમતઃ ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ @catterfly_art_culture

રિકી કેજ કૉન્સર્ટ 

પાંચ વર્ષ પછી રિકી કેજની ગેટવે ઑફ ઇન્ડિયા પાસે કૉન્સર્ટ થઈ રહી છે. ત્રીજા ગ્રૅમી અવૉર્ડનું  સેલિબ્રેશન મિનિસ્ટ્રી ઑફ કલ્ચર દ્વારા મુંબઈના આઇકૉનિક પ્લેસ પર થશે, જે ઓપન ફૉર ઑલ છે. 

ક્યારે? : ૧૯ માર્ચ
સમયઃ ૭ વાગ્યાથી

ક્યાં? : ગેટવે ઑફ ઇન્ડિયા

સ્પ્રિંગ એડિટ એક્ઝિબિશન 

કચ્છી વણાટ, બાંધણી, દેભારિયા એમ્બ્રૉઇડરી જેવાં કચ્છી ક્રાફ્ટનું એક્ઝિબિશન છે. પ્રકાશ સિચુ, નિતેશભાઈ નામોરી, આદિલ ખત્રી, સંજુબેન રબારી, મુસ્કાન આરિફ ખત્રી અને પ્રેમજીભાઈ  જેવાં કચ્છી કામના અનુભવી કલાકારોને મળવાનો અને તેમનાં એક્સક્લુઝિવ ક્રીએશન્સ જોવાનો મોકો છે. 

ક્યારે? : ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ

સમયઃ ૧૦થી ૭

ક્યાં? : જે.બી.હૉલ, ફિલ્મ ડિવિઝન, પેડર રોડ, મુંબઈ

મમ્મીઓ સાથે સોશ્યલાઇઝિંગ 

કિચન ગાર્ડન બાય સુઝેટ દ્વારા મૉમ્લી સોશ્યલ ઇવેન્ટ થઈ રહી છે, જેમાં ન્યુ મૉમ્સ તેમનાં બાળકોની સાથે મળશે અને વિવિધ પ્રકારનાં પેઇન્ટિંગ પર હાથ અજમાવી શકશે. 
ક્યારે? : ૧૮ માર્ચ
સમયઃ સાંજે ૪થી ૭
ક્યાં? : કિચન ગાર્ડન બાય સુઝેટ
રજિસ્ટ્રેશનઃ themomly.com

columnists mumbai