જાણો, માણો ને મોજ કરો

05 January, 2023 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરની દીવાલને ઇનોવેટિવ રીતે સજાવવા માગો છો અને એ માટે જાતે જ કંઈક હૅન્ડક્રાફ્ટેડ પીસ તૈયાર કરવો હોય તો રેઝિન આર્ટ દ્વારા તૈયાર થતી વૉલ-ક્લૉક બનાવતાં શીખી જાઓ

તોગાલુ ગોમ્બેયાતા 

રેઝિન જીઓડ ક્લૉક 

શું તમે ઘરની દીવાલને ઇનોવેટિવ રીતે સજાવવા માગો છો અને એ માટે જાતે જ કંઈક હૅન્ડક્રાફ્ટેડ પીસ તૈયાર કરવો હોય તો રેઝિન આર્ટ દ્વારા તૈયાર થતી વૉલ-ક્લૉક બનાવતાં શીખી જાઓ. કંઈ જ ન આવડતું હોય તો પણ તમે આ વર્કશૉપમાં જોડાઈ શકો છો અને અહીં તમે બનાવેલો પીસ તમારા ઘરમાં સજાવી શકો છો. 
ક્યારે? : ૭ જાન્યુઆરી
સમયઃ બપોરે ૩.૩૦થી ૫.૩૦
ક્યાં? : સ્ટુડિયો પેપરફ્રાય ફર્નિચર સ્ટોર, બાંદરા
કિંમતઃ ૪૦૦૦ રૂપિયા 
(મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow

તોગાલુ ગોમ્બેયાતા 

જેમ રાજસ્થાનમાં કપડામાંથી બનેલી કઠપૂતળીઓ ફેમસ છે એમ કર્ણાટકમાં ચામડામાંથી બનાવવામાં આવતી રંગબેરંગી કઠપૂતળીઓ બનાવવાની કળાને તોગાલુ ગોમ્બેયાતા કહે છે. બીજી સદીથી દસમી સદી દરમ્યાન આ પપેટ્સને રક્ષાસૂત્રની જેમ વાપરવામાં આવતાં. આ પૂતળીઓ પણ ડાન્સ-પર્ફોર્મન્સ આપે છે. ૧૫મી સદીથી આ કઠપૂતળીઓને થિયેટરમાં યુઝ કરવામાં આવે છે. તોગાલુ ગોમ્બેયાતા આર્ટના સાતમી જનરેશનના આર્ટિસ્ટ ગણેશ સિંધે પાસેથી આ આર્ટ શીખવા મળશે. 
ક્યારે? : ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ જાન્યુઆરી
ક્યાં? : ઑનલાઇન 
ઝૂમ પર
કિંમતઃ ૩૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ thefolkworkshop.com

બિગેસ્ટ ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ

આરમાઇન્ડ ઇવેન્ટ્સ દ્વારા ગુજરાતીઓને જલસો પડી જાય એવો ખાણીપીણી અને મનોરંજનનો ઉત્સવ આ વીકએન્ડમાં થઈ રહ્યો છે. જેમાં ગુજરાતી ઑથેન્ટિક અને ફ્યુઝન ફૂડની લિજ્જત માણવાની સાથે ઓજસ રાવલ, ઓસમાણ મીર અને જય વસાવડા જેવા મહાનુભાવોનો સથવારો માણવા મળશે. 
ક્યારે? : ૬થી ૮ જાન્યુઆરી
સમયઃ બપોરે ૧૨.૩૦થી રાતે ૧૧
ક્યાં? : કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-૩, બોરીવલી

મન દેશી મહોત્સવ 

સાતારાના અત્યંત દુકાળગ્રસ્ત મન પ્રદેશમાં આખું વર્ષ ખેતીવાડી પર ઘર નભી નથી શકતું. એવામાં ગ્રામીણ બહેનો નાના-મોટા ઉદ્યોગો કરીને કલા-કારીગરી દ્વારા તેમ જ પરંપરાગત સ્થાનિક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ દ્વારા રોજીરોટી કમાય છે. ગ્રામીણ બહેનોની આ કળા અને ઉદ્યોગ-સાહસિકતાને શહેરો સુધી લાવવાનું કામ છેલ્લાં પાંચ વર્ષથી ચેતના સિંહા દ્વારા મન દેશી ફાઉન્ડેશન બનાવીને કરવામાં આવ્યું છે. ચાર દિવસીય એક્ઝિબિશનમાં ઑર્ગેનિક અનાજ, મિલેટ્સ, પૉટરી પ્રોડક્ટ્સ, બાસ્કેટ્સ, લાખની ઍક્સેસરીઝ, ખાસ સાતારાની ખાદ્ય ચીજો, અથાણાં વગેરે ઉપલબ્ધ થશે. 
ક્યારે? : પાંચથી આઠ જાન્યુઆરી
સમયઃ સવારે ૧૦.૩૦થી ૮.૩૦
ક્યાં? : રવીન્દ્ર નાટ્યમંદિર કોર્ટયાર્ડ, પ્રભાદેવી

પિછવાઈ પેઇન્ટિંગમાં વૃક્ષ

સંસ્કૃત શબ્દ પિછવાઈમાં પિચ્છ એટલે કે પિછવાડો અને વાઈ એટલે લટકતું. હિન્દુ સંસ્કૃતિમાં કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનું કપડા પર અલગ પ્રકારનું પેઇન્ટિંગ કરવાની પિછવાઈ કળા બહુ ફેમસ છે. આ આર્ટમાં વિવિધ ઑબ્જેક્ટ્સનું ચોક્કસ રીતે સર્જન કરવામાં આવે છે અને આ વર્કશૉપમાં કૃષ્ણની લીલાઓમાં વૃક્ષનો કઈ રીતે ઉપયોગ થયો છે એ દૃશ્યનું નિરૂપણ કરતાં શીખવવામાં આવશે. 
ક્યારે? : ૭ જાન્યુઆરી
સમયઃ બપોરે ૨થી ૪
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ @ rooftop_app

મુંબઈ ફોટો વૉક 

દરેક દૃશ્યને જોવાનો નજરિયો અલગ હોય છે અને એટલે જે-તે દૃશ્યને કચકડે કંડારવામાં કેવી ભિન્નતાઓ હોય છે એ સમજી શકાય એવી આ વર્કશૉપમાં ફોટોગ્રાફીના રસિયાઓ એકસાથે એક જ વિસ્તારમાં વૉક કરવા નીકળે અને તેમની નજરે જે અનયુઝવલ, અટ્રૅક્ટિવ દેખાય એને પોતાના બેસ્ટ ઍન્ગલથી શૂટ કરે એવી અનોખી વર્કશૉપ ખચાક પિક્ચર્સ દ્વારાથવાની છે. 
ક્યારે? : ૭ જાન્યુઆરી
સમયઃ સવારે ૮
ક્યાં? : ચર્ચગેટ સ્ટેશન મીટિંગ પૉઇન્ટ
કિંમતઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

આદિ અનંત : અહીંથી અનંત સુધી 

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત એમ બે મુખ્ય બ્રાન્ચ છે. બૉમ્બે જયશ્રી રામનાથ આ બન્ને પ્રકારના સંગીતનાં સાધક છે. તેઓ વાયોલિન અને વોકલ બન્નેમાં મહારત ધરાવે છે. તેમના દીકરા અમ્રિત રામનાથ પણ મમ્મીની મેન્ટરશિપમાં ગ્રૂમ થયેલાં છે. મા-દીકરાની આ જોડી દ્વારા  હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીતનું અનોખું ફ્યુઝન સાંભળવા મળશે.
ક્યારે? : ૭ જાન્યુઆરી
સમયઃ સાંજે ૬.૩૦ વાગ્યાથી
ક્યાં? : તાતા થિયેટર, એનસીપીએ
કિંમતઃ ૩૫૦થી ૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

columnists happy new year new year