22 September, 2022 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સવાની રવીન્દ્ર
ભારતીય સંગીત જગતની એવરગ્રીન ગાયિકાઓ લતા મંગેશકર અને આશા ભોસલેના લેજન્ડરી વૉઇસની મ્યુઝિકલ જર્ની તેમનાં જ ગીતો દ્વારા આપતો કાર્યક્રમ આ વીકમાં થવા જઈ રહ્યો છે. નૅશનલ અવૉર્ડ વિનર અને યુવાનોમાં બહુ ફેમસ એવી પ્લેબૅક સિંગર સવાની રવીન્દ્ર લતાજીના જન્મદિવસને ખાસ રીતે ઊજવી રહી છે. મરાઠી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લતાજી અને આશાજીના અનોખા યોગદાનને ઉજાગર કરતાં ગીતોથી ઉજવણી થશે.
ક્યારે? : ૨૪ સપ્ટેમ્બર, શનિવાર
સમયઃ ૮.૩૦ વાગ્યાથી
ક્યાં? : આદ્ય ક્રાન્તિવીર વાસુદેવ બળવંત ફડકે ઑડિટોરિયમ, નવી મુંબઈ
કિંમતઃ ૨૦૦થી ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
પિયાનો લવર્સ માટે મુંબઈ પિયાનો ડેની સાતમી એડિશન આવી રહી છે. અનુભવી પિયાનોવાદકો અને કીબોર્ડ પ્લેયરો દ્વારા જૅઝ, ફન્ક અને ક્લાસિકલ મ્યુઝિકની તરજો માણવાનો અનોખો મોકો મળશે.
ક્યારે? : ૨૪ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૭થી ૮.૩૦
ક્યાં? : તાતા થિયેટર, એનસીપીએ
કિંમતઃ ૩૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com
સિરૅમિક અને પોર્સેલિનમાંથી બનેલી આર્ટનું અનોખું એક્ઝિબિશન-કમ-સેલ હાલમાં ખોતાચી વાડીમાં ચાલી રહ્યું છે. એમાં ૬ વર્ષથી લઈને ૯૧ વર્ષના ૨૫ કલાકારો અને સ્ટુડિયોઝના વર્કને ડિસ્પ્લે કરવામાં આવ્યું છે.
ક્યારે? : ૯ ઑક્ટોબર સુધી
સમયઃ ૧૧થી ૭
ક્યાં? : ૪૭-એ, ખોતાચી વાડી, ગિરગામ
નવરાત્રિ આવી રહી છે અને જો તમને બંગાળી સ્ટાઇલની દુર્ગાપૂજા કરવાની ઇચ્છા હોય તો એ માટે જરૂરી કૉસ્ચ્યુમ, ઍક્સેસરીઝ, નવરાત્રિની પરંપરાગત ચીજો અને બંગાળી ફૂડ એમ બધું જ તમને એક જ જગ્યાએથી મળી રહેશે. નંદિતા પાલચૌધરી દ્વારા ક્યુરેટ કરવામાં આવેલા આ બઝારમાં શૉપિંગની સાથે બંગાળી કલ્ચરની ઝાંખી થાય એવા મૉન્યુમેન્ટ્સ પણ નિહાળી શકાશે.
ક્યારે? : ૨૩, ૨૪ અને ૨૫
સમયઃ ૨૩મીએ સાંજે ૪થી ૭ અને ૨૪-૨૫મીએ સવારે ૧૧થી ૭
ક્યાં? : કુમારસ્વામી હૉલ, સીએસએમવીએસ
ક્લોધિંગ, ઍક્સેસરીઝ, હોમ ડેકોર, જ્વેલરી, આર્ટવર્ક, સ્કિનકૅર અને એવાં ક્ષેત્રોમાં કાર્યરત ભારતભરમાંથી કેટલીક સસ્ટેનેબલ બ્રૅન્ડ્સના સ્ટૉલ્સ સાથે પીલી ટૅક્સી ફેસ્ટિવલ થવાનો છે.
ક્યારે? : ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર
સમયઃ ૧૧થી ૯
ક્યાં? : કિશનચંદ વાલેચા સભાગૃહ, જુહુ
સામાન્ય રીતે વૉલ પર થતી લીંપણ આર્ટ હવે પ્લાયવુડ પર કરીને એના આર્ટિફૅક્ટ્સ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કચ્છના અનુભવી ટ્રેડિશનલ કલાકારો પાસેથી લાઇવ લીંપણ આર્ટ શીખવાનો મોકો છે. એમાં પલ્ાય પર માટીની પેસ્ટ લગાવીને એને મોલ્ડ કરવાની કળા શીખવવામાં આવશે. રંગરોગાન કરીને એની પર આભલા અને ટીકી વર્ક કરીને કમ્પ્લીટ વર્ક બનાવવા સુધીના સ્ટેજ વિશે શીખવવામાં આવશે.
ક્યારે? : ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર
સમયઃ ૧૦.૩૦થી ૧૨.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૨૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com
જિતો ભાયખલા અને જિતો ઘાટકોપરની લેડીઝ વિંગ્સ દ્વારા બહેનોની બ્રૅન્ડ્સને પ્રેઝન્ટ કરતો શૉપિંગ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે જેમાં કપડાં, જ્વેલરી, હોમ ડેકોર, આર્ટવર્ક, કૉસ્મેટિક્સ, ફૂડ એમ દરેક ક્ષેત્રના સ્ટૉલ્સ હશે.
ક્યારે? : ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર
સમયઃ ૧૧થી ૮
ક્યાં? : જેડ બૅન્ક્વેટ સહારા સ્ટાર
શકીલ સયાની અને અનીતા સલીમ દ્વારા બે દિવસની ઍક્ટિંગ વર્કશૉપ થઈ રહી છે. છેલ્લાં પચીસ વર્ષથી પરિચય થિયેટર દ્વારા ઍક્ટિંગ શીખવવામાં આવે છે અને એમાં જે-તે કૅરૅક્ટર મુજબ બૉડી લૅન્ગ્વેજ કેવી ડેવલપ કરવી અને અવાજમાં ઉતારચડાવ કઈ રીતે લાવવા એની ટ્રેઇનિંગ આપવામાં આવશે.
ક્યારે? : ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર
સમયઃ બપોરે બે થી પાંચ
કિંમતઃ ૨૦૦૦ રૂપિયા
ક્યાં? : વેદા ફૅક્ટરી, વર્સોવા, અંધેરી
રજિસ્ટ્રેશનઃ bookmyshow