જાણો, માણો ને મોજ કરો

21 September, 2023 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉપ-અપ નવરાત્રિ સ્પેશ્યલ અને અન્ય ઇવેન્ટ્સ

મધુબની નવરાત્રિ સ્પેશ્યલ

મધુબની નવરાત્રિ સ્પેશ્યલ

નવરાત્રિ નજીકમાં છે ત્યારે મધુબની સ્ટાઇલમાં માતાજીનું પેઇન્ટિંગ તૈયાર કરીને અલગ રીતે ભક્તિમાં તરબોળ થવા ઇચ્છતા હો તો મધુબની આર્ટિસ્ટ પ્રીતિ કર્ણ દ્વારા એક ખાસ વર્કશૉપ થઈ રહી છે, જેમાં માતાજીની આકૃતિ સાથે મધુબનીના સિગ્નેચર મોટિફ્સ સાથેનું આર્ટવર્ક તૈયાર કરવા મળશે. 
ક્યારે?ઃ ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર
સમયઃ ૫થી ૭
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ 
કિંમતઃ ૧૧૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com

 

પૉપ-અપ નવરાત્રિ સ્પેશ્યલ

સ્વદેશ ક્રીએશન્સ દ્વારા બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં નવરાત્રિની ખરીદી માટેનું એક પૉપ-અપ થવાનું છે. નવરાત્રિ માટે જરૂરી તમામ આઇટમો તમને અહીં  જોવા અને ખરીદવા મળશે.
ક્યારે?ઃ ૨૨ સપ્ટેમ્બર
સમયઃ ૧૦થી ૬
ક્યાં?ઃ વી વર્ક, બીકેસી

 

હૅન્ડ્સ ઇન ક્લે

ચીકણી માટીમાંથી જાતજાતની આઇટમો ઘડીને તમારી આંગળીઓની કરામત બતાવવી એ પણ એક પ્રકારનું રિલૅક્સેશન જ છે. મોલ્ડનો ઉપયોગ કર્યા વિના સિરૅમિકના માસ્ટર પીસ જાતે તૈયાર કરવા, એને પકવવા અને એને રંગીને ઘરમાં સજાવી શકાય એવા સુશોભન પીસ તૈયાર કરતા શીખવવામાં આવશે. તમારી અંદરની અભિવ્યક્તિને વિવિધ આકારો રૂપે વ્યક્ત કરવાની મોકળાશ અહીં મળશે.
ક્યારે?ઃ ૨૩ કે ૨૪ સપ્ટેમ્બર
સમયઃ બપોરે ૧થી ૪ દરમ્યાન
ક્યાં?ઃ લોકોમો હૉસ્ટેલ, વિલે પાર્લે
કિંમતઃ ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow.com

columnists mumbai mumbai news