14 September, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિ : પેરન્ટ-ચાઇલ્ડ વર્કશૉપ (પ્રતીકાત્મક તસવીર)
મોહિનીઅટ્ટમ ડાન્સર અનેરી શેઠ ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી કરાવશે. એમાં બાળકોને ગણપતિની ઇન્ટ્રોડક્શન કંઈક હટકે સ્વરૂપે જ થશે. આ વર્કશૉપમાં ગણેશજીની વાર્તાઓ સાંભળવા મળશે, તેમની સાથે જોડાયેલા સિમ્બલ્સ વિશેની પૌરાણિક માન્યતાઓ વિશે જાણવા મળશે અને સાથે ગણેશા-ધ એલિફન્ટ ગૉડનું સ્ક્લ્પ્ચર બનાવતાં શીખવવા મળશે. અનેરી પોતે ડાન્સર છે એટલે ગણેશજીના કેટલાક પોઝનું મ્યુઝિકલ ડાન્સની ઝાંકી પણ મળશે.
ક્યારે?: ૧૬ સપ્ટેમ્બર
સમયઃ ૧૦ સવારે
ક્યાં?: સ્ટુડિયો થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર
કિંમતઃ ૫૦૦ રૂપિયા
જન્મજાત કલાકાર ગણાતાં અમદાવાદના સરલાદેવી મઝુમદાર હવે તો આ દુનિયામાં નથી, પરંતુ તેમના કલા સરલા પરિવારે તેમનાં ૧૦૦થી વધુ ક્રીએશન્સનું પ્રદર્શન યોજ્યું છે. અડધી સદી પહેલાં બનાવેલાં પ્રતિષ્ઠિત પેઇન્ટિંગ શિવમહિમ્ન સ્તોત્રમથી માંડીને રામાયણ, મહાભારત અને કૃષ્ણના જીવનના બહુ ઓછા જાણીતા વિષયો પર તેમનાં ચિત્રો છે. વિશ્વભરની જાણીતી મહિલાઓ અને રાષ્ટ્રપિતાના જીવનની સંપૂર્ણ સફર દર્શાવતી એક વિશેષ શ્રેણીનું પણ પ્રદર્શન અહીં થશે. મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત થઈને અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લઈ ચૂકેલાં સરલાદેવીએ ૧૯૬૯માં બાળકો માટે એક પુસ્તક બનાવ્યું હતું, જેમાં મોહનથી મહાત્મા સુધીની તેમની યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ક્યારે?: ૧૮ સપ્ટેમ્બર સુધી
સમયઃ ૧૧થી ૭
ક્યાં?: જહાંગીર આર્ટ ગૅલરી
તમારા પપીઝ કે ડૉગીઝને આઉટિંગ અને ઍક્ટિવિટી માટે લઈ જવાની ઇચ્છા હોય તો તેમને તેમના જેવા જ ટ્રેઇન્ડ ડૉગીઝ સાથે ગેમ્સ રમવાનો, પ્રાઇઝ જીતવાનો, ડૉગ ફૂડની પાર્ટી માણવાનો અને છૂટથી દોસ્તો સાથે સમય ગાળવાનો મોકો મળશે મુંબઈની આ પપર પાર્ટીમાં જેમાં ખાસ ડૉગીઝ માટે ફૂડ ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. આ પાર્ટીમાં માણસોએ એન્ટ્રી ફી ચૂકવવાની છે પણ ડૉગીઝને ફ્રી એન્ટ્રી છે.
ક્યારે?: ૧૬ સપ્ટેમ્બર
સમયઃ બપોરે ૧થી ૪
ક્યાં?: ધ ટેરેસ-અ મેઇડન અફેર
કિંમતઃ ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
મુંબઈ જેવા શહેરમાં બે રૂમના ફ્લૅટમાં રહેતા એક ગુજરાતી દંપતી અને તેમના દીકરાની વાર્તા દર્શાવતા આ હિન્દી પ્લેમાં પિતા-પુત્ર વચ્ચે કમ્યુનિકેશનની કમીને કારણે સર્જાતી સમસ્યાઓ અને એના ઉકેલો વિશેની વાત એમાં છે. માત્ર બે જનરેશન વચ્ચેની જ સમસ્યા નથી, પરંતુ મિડલ-ક્લાસની રિયલિટી અને અપર ક્લાસ થવાની મહત્ત્વાકાંક્ષા વચ્ચેની અસમંજસ પણ એમાં રિફ્લેકટ થાય છે. આ પ્લેનું લેખન અને ડિરેક્શન સૌમ્ય જોશીએ કર્યું છે અને એમાં જિજ્ઞા વ્યાસ, અભિનય બૅન્ક અને ખુદ સૌમ્ય જોશીએ ઍક્ટિંગ કરી છે.
ક્યારે?: ૧૬ સપ્ટેમ્બર,
સમયઃ સાંજે ૬
ક્યાં? : તાતા થિયેટર, એનસીપીએ
કિંમતઃ ૪૫૦થી ૧૩૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com
નૅશનલ અવૉર્ડી પટ્ટચિત્ર આર્ટિસ્ટ ભાસ્કર મોહપાત્રા પાસેથી કૃષ્ણ લીલાના કાળિયા નાગને નાથવાની ઘટનાને કૅન્વસ પર ઉતારતાં શીખવાની વર્કશૉપ છે જેમાં પટ્ટચિત્રના ટ્રેડિશનલ મોટિફ્સ અને ટેક્નિક્સ લઈને કામ કરવામાં આવે છે. આ ઓડિશાની નેટિવ આર્ટ છે જે ભાસ્કર મોહપાત્રાને તેમના દાદા-પરદાદાઓ પાસેથી શીખવા મળી હતી.
ક્યારે?: ૧૮થી ૨૯ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૬થી ૭.૩૦
કિંમતઃ ૨૧૦૦ રૂપિયા
ક્યાં?: ઝૂમ પર
ઇમ્પ્રેશન્સ આર્ટ દ્વારા બાળકોને મજા પડી જાય એવી આંગળીઓથી સરસ પેઇન્ટિંગ તૈયાર કરવાની પેઇન્ટ-પાર્ટી યોજાઈ છે. રંગો દ્વારા ચોક્કસ પૅટર્ન બનાવવાથી હ્યુમન બ્રેઇન પર મેડિટેટિવ ઇફેક્ટ થાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ ફિંગર પેઇન્ટિંગનો અનુભવ લઈને મેડિટેટિવ એક્સ્પીરિયન્સ કરી શકે છે.
ક્યારે?: ૧૭ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૫થી ૭
ક્યાં?: ડ્રિફ્ટર્સ કૅફે ઍન્ડ બાર, બાંદરા
કિંમતઃ ૧૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ allevents.in